તા.16 જૂન 2018
વડોદરાના અનગઢ ગામે તબીબી પ્રેક્ટિસની આડમાં મહિલા દર્દીઓને ફસાવીને કામલીલી આચરનાર ડો. પ્રતિક જોશીને આખરે વડોદરા પોલીસે ઝબ્બે કરી લીધો છે. એ પૂર્વે મહિલા દર્દીઓ સાથે કામલીલી આચરતા ડો. પ્રતિક જોશીના વિડીયો સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થઇ ચૂક્યા હતા કે પોલીસ પર તેની ધરપકડનું ભારે પ્રેશર હતું, આખરે તેની ધરપકડ સાથે પોલીસે અનેક પડતર સવાલોના જવાબ પણ શોધી કાઢ્યા છે.
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં દવાખાનું ધરાવતા ડો. પ્રતિક જોશીના વિડીયો વાઇરલ થયા બાદથી ફરાર હતો. પ્રતિક જોષી પકડાયો છે તેવી જાણકારી મળતા જ પોલીસ સ્ટેશન પર ગામના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે, વીડિયો ઉતારી પ્રતિક જોષી મહિલાઓને બ્લેકમેલ કરતો હતો. આમ, આ સમગ્ર મામલો ખૂબ જ પેચીદો બન્યો છે.
પ્રતિક જોશી અલગ રાગ આલાપે છે
પ્રતિક જોશીએ આ સમગ્ર મામલે પોતાને ફસાવાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. પ્રતિકે કહ્યું કે, એ નિર્દોષ છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેનું દવાખાનું પણ બંધ છે પણ આ મામલે તેનું અપહરણ કરીને તેની પાસેથી ખંડણી માગવામાં આવી હતી અને તેણે પોલીસને સમગ્ર હકીકત જણાવી છે.
ડૉક્ટર પ્રતિક જોશીની કામલીલા અંગે માહિતી મળતા તેની પાસેથી મોટો તોડ પણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે, જેને પ્રતિક જોશીએ પોતે પણ સમર્થન આપ્યું છે. આ સાથે તેવો પણ આરોપ છે કે કમ્પાઉન્ડરે પણ પ્રતિક જોષી પાસેથી પૈસા લીધા છે.
પ્રતિક જોશીના મહિલા દર્દીઓ સાથેના સેક્સ વીડિયો ઉતારનારો તેનો કમ્પાઉન્ડર થોડા દિવસ પહેલા જ પોલીસના હાથે ઝડપાયો છે. આ ઉપરાંત, આ વીડિયો વાયરલ કરવા બદલ ગામના ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય એક વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, મહિલા દર્દીઓને દવાખાને બોલાવી તેમની સારવાર કરવાના બહાને ડૉ.પ્રતિક જોશી તેમની સાથે કામલીલા આચરતો હતો અને તેના વીડિયો પણ બનાવતો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944