વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં ભારતીય મૂળની ધિવ્યા બન્યા CFO
ભારતીય-અમેરિકન મહિલા ધિવ્યા સૂર્યદેવરાની વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (GM)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી GMના હાલના CFO ચક સ્ટિવન્સનું સ્થાન લેશે.
વિશ્વવિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં મૂળ ભારતીય ધિવ્યા સૂર્યદેવરા તા.1લી સપ્ટેમ્બર 2018થી ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવશે
ચેન્નાઈમાં જન્મેલાં 39 વર્ષનાં ધિવ્યા સૂર્યદેવરા જુલાઈ 2017થી GMના કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ છે. તે કંપનીના CEO મેરી બારાને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, મેરી બારા 2014થી કંપનીના વડા છે. બારા અને ધિવ્યા સૂર્યદેવરા ઓટો ઉદ્યોગમાં તેમના હોદ્દા પર પ્રથમ મહિલા છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીના CEO કે CFO તરીકે મહિલા એક્ઝિક્યુટિવ નથી. આ સાથે GM મહિલા CEO અને CFO ધરાવતી હર્ષી કંપની અને અમેરિકન વોટરવર્ક્સ જેવી S&P 500 કંપનીઓની યાદીમાં જોડાશે.
ધિવ્યા સૂર્યદેવરાએ યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે ૨૨ વર્ષની વયે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA માટે અમેરિકા ગયાં હતાં. સૂર્યદેવરા ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને એકાઉન્ટન્ટ છે. તેમણે 25 વર્ષની વયે 2005માં GMમાં જોડાતાં પહેલાં UBS અને પ્રાઇસવોટરહાઉસકુપર્સમાં કામ કર્યું છે. બારાએ જણાવ્યું હતું કે, “ધિવ્યાના અનુભવ અને ઘણી મહત્ત્વની ભૂમિકામાં લીડરશિપથી કંપની ઉત્તમ કામગીરી દર્શાવવામાં સફળ રહી છે.”
સ્ટિવન્સ (58 વર્ષ) જાન્યુઆરી 2014થી GMના CFO રહ્યા છે. તે આગામી વર્ષે માર્ચ મહિનામાં કંપનીમાં 40 વર્ષની મેરેથોન ઇનિંગ્સ પછી નિવૃત્તિ લેશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટિવન્સ નિવૃત્તિ સુધી કંપનીના સલાહકારપદે રહેશે. સ્ટિવન્સે 1978માં બ્યુક ડિવિઝનમાં કામગીરી શરૂ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
