નાગપુરની MLA હોસ્ટેલમાંથી મૃતદેહ મળ્યો
વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.
મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.
મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


