ડ્રગ્સ રૅકેટને ઝડપવા વડોદરા-ગોવા-રાયગડમાં DRIના દરોડા
બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ
સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.
કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.
આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
