CIA ALERT
26. April 2024
July 3, 20191min2970

Gujarat : મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સ માટે પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં 21217નો સમાવેશ

Share On :
Print Friendly, PDF & Email

મેડિકલ પ્રવેશ સમિતિએ આજે નીટ આધારિત કોર્સમાં પ્રવેશ માટેનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં કુલ ૨૧૨૧૭ વિદ્યાર્થીઓને સામેલ કરાયા છે. જેમાં આર્થિક રીતે પછાત એટલે કે EWS કેટેગરીમાં ૫૩૯૭, એસઇબીસી કેટેગરીમાં ૭૩૩૪, એસ.સી. કેટેગરીમાં ૧૯૭૧ અને એસ.ટી. કેટેગરીમાં ૧૬૨૫ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે ડોમિસાઇલના નિયમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવતાં નવા નિયમમાં આવનારા વિદ્યાર્થીઓનો પણ મેરિટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેડિકલમાં ગઇકાલે ૧૨ કોલેજોને ૨૦-૨૦ લેખે ૨૪૦ બેઠકોની મંજુરી આપવામાં આવતાં EWS કેટેગરીમાં કુલ ૩૪૦ બેઠકોનો સમાવેશ કરી દેવાયો છે. હાલમાં મેડિકલની કુલ ૫૧૪૦ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેન્ટલની ૧૧૫૫ બેઠકો હાલ ઉપલબ્ધ છે. હજુ સુધી આયુર્વેદ અને હોમિયોપથીમાં કેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કર્યા બાદ કોઇ વિદ્યાર્થીઓને મેરિટલિસ્ટમાં મુશ્કેલી હોય અથવા તો સુધારા વધારા કરાવવા હોય તો આગામી તા.૪ જુલાઇ સુધી ગાંધીનગર ખાતેની મેડિકલ પ્રવેશ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

વર્ષ ૨૦૧૮માં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૭૫ માર્કસ હતા. જયારે ૧૦૦માં ક્રમે આવનારા વિદ્યાર્થીને ૫૮૭ માર્કસ હતા. જેની સામે વર્ષ ૨૦૧૯ એટલે ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૯૦ અને ૧૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૬૩૫ માર્કસ છે. આમ, પ્રથમ ૧૦૦માં જ અંદાજે ૩૦ માર્કસનો તફાવત પડે છે. આજ રીતે ચાલુવર્ષે ૯૦૧માં નંબરે આવનારા વિદ્યાર્થીને ૫૨૩ અને ૧૦૦૦માં ક્રમે અવાનારા વિદ્યાર્થીને ૫૩૦ માર્કસ છે. જેની સામે ગતવર્ષે ૯૦૧માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૧ અને ૧૦૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૮ માર્કસ હતા. આમ, ૫૫ માર્કસનો તફાવત ઊભો થાય તેમ છે. એટલે કે ચાલુ વર્ષે મેરિટ ઊચું જાય તેવી શકયતા છે.

મેડિકલમાં સરકારી EWSમાં ૧૧૫૦ બેઠકો વધશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં ૩૪૦ બેઠકો મળી છે. આજ રીતે ડેન્ટલમાં EWS કેટેગરીમાં કેટલી બેઠકો મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. જયારે હોમિયોપથી અને આયુર્વેદમાં કેટલી બેઠકો માટે કાર્યવાહી થશે તે પણ નક્કી નથી ત્યારે EWS લાગુ થશે કે નહીં તેની અનિશ્ચિતતા ઊભી થઇ છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે હજુ સુધી આ મુદ્દે સરકાર દ્વારા કોઇ સૂચના અપાઈ નથી. ઉપરથી સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :