CIA ALERT
27. April 2024
July 26, 20191min3550

અભદ્ર ટિપ્પણી આઝમ ખાન માફી માગે: મહિલા સાંસદોની માગણી

Share On :
Print Friendly, PDF & Email

સમાજવાદી પક્ષના વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. બિહારની સાંસદ રમાદેવી સામે આઝમ ખાને ભદ્ર અને અશ્ર્લીલ ટિપ્પણી કરતાં ગુરુવારે લોકસભામાં ધાંધલ ધમાલ થઈ હતી.

શુક્રવારે મહિલા સાંસદોએ આઝમ ખાન લોકસભામાં માફી માગે એવી માગણી કરી હતી. શૂન્યકાળ દરમિયાન ટેક્સ ટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન આઝમ ખાને જે અશ્ર્લીલ ભાષા વાપરી તેનાથી પુરુષ સહિત તમામ લેજિસ્લેટર માટે કલંક સમાન છે. આપણે આ બાબતમાં મૌન રહી શકીએ નહીં. આપણે બધાએ એક અવાજે બોલવું જોઈએ કે તેમનું નિવેદન અસ્વીકાર્ય છે.

કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે સ્મૃતિ ઈરાનીને સમર્થન આપતા કહ્યું હતું કે, આઝમ ખાન ગૃહમાં માફી માગે અથવા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અનેક મહિલા સાંસદોએ નારાજગી દર્શાવી હતી. સ્પીકરે કડક પગલાં લેવા જોઈએ, એવી માગણી કરાઈ છે.

એનસીપીના સુપ્રિયા સૂળે, ટીએમસીના કલ્યાણ બેનરજી, બીજેડીના બી. મહેતાબે આઝમ ખાનના નિવેદનને વખોડ્યું હતું. કૉંગ્રેસના ગૃહ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, મહિલાઓ સાથે નીચાજોણું થાય તેવા કોઈપણ નિવેેદન કરનારા સામે પગલાં લેવા જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આઝમ ખાનના નિવેદનને વખોડી કાઢ્યું હતું. 

મહિલા સાંસદ પર લૈગિંક ટિપ્પણી : આઝમ ખાન ફરી વિવાદમાં

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને લોકસભામાં કાર્યવાહી સમયે ભાજપના સાંસદ રમા દેવી સામે લૈંગિક ટિપ્પણી કરી ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભાજપે તેમની પાસે માફીની માગણી કરી છે. 

નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ) અને દિલ્હી કમિશન ફોર વુમન (ડીસીડબ્લ્યુ)એ ખાનની ટિપ્પણીને નિંદાજનક અને અપમાનજનક ગણાવી વખોડી કાઢી છે. 

ટ્રિપલ તલાક બિલ પરની ચર્ચામાં ભાગ લેતા ખાને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ‘તું ઇધર ઉધર કી બાત ના કર.’

આ સમયે કાર્યવાહીનું અધ્યક્ષપદ કરનાર રમા દેવીએ ખાનને આમ તેમ ના જોતા અધ્યક્ષને સંબોધન કરવા કહ્યું હતું. આ સમયે ખાને અધ્યક્ષ સામે લૈંગિક ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. 

રમા દેવીએ બાદમાં આ ટિપ્પણીને કાર્યવાહીમાંથી કાઢી નાખવા જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની નાની બહેન જેવા છે. 

ખાનની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને અર્જુન રામ મેઘવાલે ખાનને માફી માગવા જણાવ્યું હતું. રમા દેવીએ જ્યારે ખાનને માફી માગવા કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનું અપમાન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો અને રમા દેવી તેમની બહેન સમાન હતા. 

વિવાદ અને આઝમ ખાન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે પણ આઝમ ખાનની જીભ વારંવાર લપસતી હતી. 

અભિનેત્રી અને ભાજપના સભ્ય જયા પ્રદા સામે લૈંગિક ટિપ્પણી કરી તેઓ વિવાદમાં ફસાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરવામાં આવી હતી. એસપીના વડા અખિલેશ યાદવ તેમની મદદે આવ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :