વિશ્વમાં સૌથી વધુ રૂપિયા રળતો ફૂટબોલર બન્યો લાયોનેલ મેસ્સી

આર્જેન્ટિના અને બાર્સિલોના કલબના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ કમાણીના મામલે ફરી એકવાર તેના નજીકના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સની 2020ની સૌથી વધુ કમાણી કરતા ફૂટબોલ ખેલાડીઓની સૂચિમાં મેસ્સી 126 મિલિયન ડોલર (927.પ કરોડ રૂપિયા) સાથે ટોચ પર છે. મેસ્સીએ પોર્ટૂગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમાર સહિતના તમામ સ્ટાર ફૂટબોલરોને પાછળ રાખીને સતત બીજા વર્ષે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
બાર્સિલોના કલબના કેપ્ટન લિયોનલ મેસ્સીએ 92 મિલિયન ડોલર (677 કરોડ)થી વધુની કમાણી સેલેરીથી કરી છે. જ્યારે 34 મિલિયન ડોલર (2પ0 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટથી મેળવ્યા છે. તે 2019માં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલ ખેલાડી હતો.
મેસ્સી બાદ બીજા નંબર પર પોર્ટૂગલ અને યુવેટન્સનો ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેની વર્ષ 2020ની કમાણી 117 મિલિયન ડોલર (861 કરોડ રૂપિયાથી વધુ) છે. જેમાં 70 મિલિયન ડોલર (પ1પ.3 કરોડ રૂપિયા) સેલેરીમાંથી મળ્યા છે. જ્યારે 47 મિલિયન ડોલર (34પ કરોડ) એન્ડોર્સમેન્ટના છે.
ત્રીજા નંબર પર બ્રાઝિલ અને પેરિસ સેન્ટ જર્મન કલબનો ખેલાડી નેમાર છે. તેની કમાણી 96 મિલિયન ડોલર (706 કરોડ રૂપિયા) છે. જેમાં 78 મિલિયન ડોલર (પ74 કરોડ રૂપિયાથી વધુ) સેલેરીના છે. જ્યારે 18 મિલિયન ડોલર (132 કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ફીફા વર્લ્ડ કપમાં ચમત્કારિક દેખાવ કરનાર ફ્રાંસનો ખેલાડી કિલિયન એમ્બાપે ફોર્બ્સની આ સૂચિમાં ચોથા સ્થાને છે. તેની 2020ની કમાણી 42 મિલિયન ડોલર(309 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. જેમાં 28 મિલિયન ડોલર (206 કરોડ) સેલેરીના છે અને 14 મિલિયન (103 કરોડ રૂપિયાથી વધુ) એન્ડોર્સમેન્ટના છે.
ઇજીપ્તનો મોહમ્મદ સલાહ 37 મિલિયન ડોલર (272 કરોડ) સાથે પાંચમા નંબર પર છે. આ ઉપરાંત ટોપ ટેનમાં ફ્રાંસનો પોલ પોગ્બા છઠ્ઠા, બાર્સિલોનાનો એટોઇનો ગ્રીજમેન સાતમા, રિયાલ મેડ્રિડનો વાલે ગારેથ બેલ આઠમા, બાર્યન મ્યુનિચનો સ્ટ્રાઇકર રોબર્ટ લેવન્ડોસ્કી નવમા અને માંચેસ્ટર યૂનાઇટેડનો ડેવિડ ડિ ગિયા દસમા સ્થાને છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


