
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Dt.7/3/22 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાત ચાલી હતી. પીએમએ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સમર્થનની પણ માંગ કરી હતી. સૂત્રો અનુસાર, વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.
આ પહેલા 26 ફેબ્રુઆરીએ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત થઈ હતી. ઝેલેન્સ્કીએ આ દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી. તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.