યુક્રેન સાથે જંગ છેડનાર રશિયાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે શરમજનક કહી શકાય.

રશિયા હવે દુનિયાનો એવો દેશ બની ગયો છે જેના પર સૌથી વધારે પ્રતિબંધો લાગુ થઈ ગયા છે.આ બાબતમાં રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ રાખી દીધા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપે રશિયા પર અત્યાર સુધીમાં 5530 પ્રતિંબંધો લગાવ્યા છે.
રશિયા પર આ પૈકીના 2754 પ્રતિબંધ તો 22 ફેબ્રુઆરીથી જ લાગેલા છે અને બીજા પ્રતિબંધો એ પછી લાગુ કરાયા છે.
ઈરાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેના પર 3616 પ્રતિંબધ લગાવ્યા છે.મોટાભાગના પ્રતિબંધ આતંકવાદ અને ન્યુક્લિયર પ્રોગ્રામના કારણે લગાવાયા છે.જ્યારે સીરિયા અને નોર્થ કોરિયા પર ક્રમશ 2608 અને 2077 પ્રતિબંધ લાગુ થયેલા છે.જ્યારે રશિયા પર માત્ર 10 દિવસમાં 5000 કરતા વધારે પ્રતિબંધ લગાવી દેવાયા છે.
રશિયા પર સૌથી વધારે 568 પ્રતિબંધ સ્વિત્ઝરલેન્ડ દ્વારા લગાવાયા છે.એ પછી યુરોપિયન યુનિયને 518 અને ફ્રાંસે 512 પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ 243 પ્રતિબંધ મુક્યા છે.