CIA ALERT

who Archives - CIA Live

August 15, 2024
who-logo.png
1min201

કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. WHO એ તેને વિશ્વભરમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ટેડ્રોસે જણાવ્યું હતું કે પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(DRC)માં મંકી પોક્સના નવા ક્લેડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં પહેલા ક્યારેય આ રોગના દર્દીઓ મળ્યા ન હતા, એવા પડોશી દેશોમાં આ વાયરસ મળી આવતા સમગ્ર વિશ્વ માટે આ ચિંતાનો વિષય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આફ્રિકન દેશો કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આફ્રિકાના અન્ય ભાગોમાં મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. WHOએ આ જાહેરાત કરી કારણ કે એક ડઝનથી વધુ દેશોમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે, વાયરસનો એક નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે અને સમગ્ર ખંડમાં રસીના ડોઝનો પુરવઠો ઓછો છે.

આ પહેલા જુલાઈ 2022માં મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તે સમયે, વિશ્વના 116 દેશોમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ આ વાયરસને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. એકલા કોંગોમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ જોખમમાં છે.

March 31, 2022
coronaworld.jpg
1min455

૨૧ માર્ચથી ૨૮ માર્ચ સપ્તાહ દરમિયાન અગાઉના સપ્તાહની સરખામણીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ૧૪%નો ઘટાડો થયો છે. આજ સમયગાળામાં મૃત્યાંકનો આંકડો લગભગ ૪૩% જેટલો વધ્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હૂ)એ બુધવારે જાહેર કરેલા સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન ૧૦ મિલિયન નવા કેસ નોંધાયા હતા જ્યારે ૪૫,૦૦૦થી વધુ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

યુરોપ, યુએઅએ, કેનેડા સહિતના સંખ્યાબંધ દેશોમાં કોવિડ ૧૯નો ચેપ અટકાવવા મુકાયેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ઓમાઈક્રોનનો સબવેરિયન્ટ બીએ-ટુના સંક્રમણથી કેસની સંખ્યા વધી રહી છે. બ્રિટનના સત્તાવાળાઓ કહે છે કે કેસની સંખ્યામાં વધારો થયો છે પણ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે તેટલા ગંભીર લક્ષણ દર્દીઓમાં જોવા મળતા નથી. વિશ્ર્વસ્તરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો ત્યારે ચીને શાંઘહાઈ શહેરમાં કડક લોકડાઉન લાદ્યું છે. અમેરિકામાં ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને બીજો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમિતપણે ફેકમાસ્ક પહેરવાનું, ભીડભાડથી દૂર રહેવાનું અને બિનજરૂરી પ્રવાસન કરવા જેવી તકેદારીઓ ૫૦%થીઓછા લોકો લઈ રહ્યા છે તેવું એપી-એનઓઆરસીની એક મોજણીમાં જાણવા મળ્યું છે.