Jayesh Brahmbhatt 98253 44944
ટ્રાન્સપોર્ટ કેનેડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર 28 જાન્યુઆરીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને મોરોક્કોથી આવનારા પેસેન્જર્સે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરુરી નથી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ પેસેન્જર્સને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ કોઈપણ દેશમાંથી કેનેડા આવતા લોકો પર લાગુ પડે છે.
હાલ માત્ર દિલ્હીથી જ કેનેડાની સીધી ફ્લાઈટ જાય છે, અન્ય શહેરોમાંથી પણ હવે સુવિધા શરુ થશે
કેનેડાની સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સરકારે કેનેડા આવતા લોકોને એરપોર્ટ પર ઉપલબ્ધ ટેસ્ટિંગ ફેસિલિટીનું અગાઉથી બુકિંગ કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો, જેથી તેઓ આ પ્રક્રિયા જલ્દી પૂરી કરી શકે. જોકે, કેનેડાની સરકારે પોતાના નાગરિકોને જરુર ના હોય તો વિદેશ પ્રવાસ ટાળવા માટે સલાહ આપી છે.
અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના 18 કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો, જે નેગેટિવ હોય તો જ પેસેન્જરનું બોર્ડિંગ થઈ શકતું હતું. ભારતથી વાયા યુએઈ, યુરોપ કે અમેરિકાથી કેનેડા પહોંચતા લોકોને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ અપાઈ છે.