CIA ALERT
25. April 2024

TB campaign by Kiran hospita Archives - CIA Live

March 24, 2023
tb5.jpg
1min224

ટીબી દીવસ નિમિતે કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા ટીબી(TB) મુક્ત ભારત અભિયાન અંતર્ગત, લોકોમાં ટીબી ની વિશેષ જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયાસ.

ટીબીનું સમયસરનું નિદાન મટાડી શકે, વિલંબ મૃત્યુ નિપજાવી શકે લોકોને આ વાત સમજાવવા કિરણ હોસ્પિટલના સ્ટાફનું રોડ સાઇડ ટીબી કેમ્પેન અનેક લોકો ટીબીનું ચેકઅપ કરાવવા તૈયાર થયા,

આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્રારા ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જેમનુ લક્ષ્ય 2025 સુધી માં ભારતને સંપૂર્ણ પણે ટીબી મુક્ત કરવાનું છે. જેમાં કિરણ હોસ્પિટલ દ્રારા The Union સંસ્થા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે 10,000 ટીબી દર્દી નું તપાસ કિરણ હોસ્પિટલના મેડિકલ ચેકપ કેમ્પ દ્વારા કરવામાં આવશે .

24 માર્ચ વિશ્વભરમાં ટીબી દિવસ તારીખે ઉજવવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત મેગા હોસ્પિટલ, કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 માર્ચ, શુક્રવારના દિવસે કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના અણુવ્રત દ્વાર સર્કલ, SVNIT સર્કલ અને અડાજણ સર્કલ પર ટીબી રોગની લોકોમાં વિશેષ જાગૃતિ આવે એવા પોસ્ટર લઈને આખો દિવસ ઉભા રહીને ટીબી નિદાન, તપાસ માટે લોકો જાગૃત થાય તે માટે પુરુષાર્થ કર્યો, કિરણ હોસ્પિટલના સ્ટાફનું આ અભિયાન રંગ લાવ્યું અને હજારો વાહનચાલકો, રાહદારીઓનેને ટીબી વિષે માહિતી મળી અને લોકોએ ટીબી વિષે જાણકારી મેળવી અને અનેક લોકો તપાસણી માટે પણ તૈયાર થયા.

કિરણ હોસ્પિટલ દ્રારા કરવામાં આવતા બધાજ મેડિકલ ચેકપ કેમ્પ માં ટીબીની તપાસ ઉપર ભાર આપવમાં આવશે, જેથી કોઈ સામાન્ય માણસ ને ટીબી છે તો તેનું નિદાન તે કરાવી શકે. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર ભાઈ સવાણીએ આવતા વર્ષમાં 10,000થી વધુ સામાન્ય લોકોની મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા ટીબીની તપાસ કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ ભયંકર બીમારી ટીબી, જેનું સમય પર તપાસ અને નિદાન ના મળે તો માણસ નું મુત્યુ પણ થઇ શકે છે, અગર એ રોગ માંથી મુક્તિ જોતી હોય તો તેનો એક જ ઈલાજ છે જાગૃતતા, જેટલી માણસમાં જલ્દી જાગૃતતા આવશે એટલી જ સ્પીડે આપણે આપણા દેશને ટીબી મુક્ત કરી શકીશું. કિરણ હોસ્પિટલે ટીબીની જાગૃતતા લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.