CIA ALERT
25. April 2024

Talati bribe Archives - CIA Live

September 24, 2022
talati.png
1min354

નર્મદા જિલ્લા (Narmada District)ની નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલને સુરત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. તેમણે ખેતરમાં વીજ કનેક્શન માટે જમીન માલિક પાસે આ લાંચ માગી હતી. લાંચના રૂપિયા લેવા માટે તેમણે એક નવી જ મોડસ ઓપરન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ એસીબીથી બચવા માટે લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર (Gandhinagar)માં અન્ય એક વ્યક્તિને ત્યાં મંગાવી હતી.

i

નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે જમીન માલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. તલાટીએ આ રૂપિયા હાથોહાથ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા મહેશ આહજોલિયા નામની વ્યક્તિને મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, જમીન માલિકે સુરત એસીબીનો સંપર્ક કરી તલાટી લાંચ માગતા હોવા અંગે ફરિયાદ કરી હતી. તે પછી એસીબીએ છટકું ગોઠવી તલાટી અને તેમના સાથીદાર મહેશને ઝડપી લીધા હતા.

જેમની પાસે લાંચ માગવામાં આવી હતી તેમના ખેતરમાં બિયારણ, ખાતર વગેરે સામાન તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી તેમણે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. પરંતુ, અરજી પર કાર્યવાહી આગળ વધતી ન હતી. ફરિયાદ મુજબ, ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા વીજ કનેક્શનની કાર્યવાહી આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી.

તલાટીએ લાંચની આ રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં મહેશ આહજોલિયા નામની વ્યક્તિને પહોંચાડવા કહ્યું હતું. જમીન માલિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં આંગડિયા મારફતે લાંચની રકમ સ્વીકારનારા મહેશ આહજોલિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લાંચ લેવા મામલે તલાટી નીતા પટેલની પણ એસીબીએ ધરપકડ કરી હતી.