CIA ALERT

Surat Airport Archives - CIA Live

November 26, 2024
aix-1280x690.png
1min1040

20 ડિસેમ્બર 2024 થી એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત – બેંગકોક – સુરતની વિકમાં 4 દિવસની ફ્લાઇટ શરૂ થશે. વનવે ટિકિટનો દર 13,000 રૂપિયા ,25,000 માં રિટર્ન ટીકીટ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક ગુડ ન્યુઝ આજે મોડી રાત્રે વાઇરલ થયા છે. સુરત એરપોર્ટની ઇન્ટરનેશનલ કનેક્ટીવિટીમાં શારજાહ, દુબઇ બાદ હવે ત્રીજી ફ્લાઇટ ઉમેરાશે અને એ ફ્લાઇટ છે સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ. ફક્ત સાડા ચાર કલાકમાં સુરતથી ફ્લાઇટ ઉપડશે અને બેંગકોક સુવર્ણભૂમિ એરપોર્ટ પર પહોંચાડી દેશે. આ ફ્લાઇટ તા.20મી ડિસેમ્બરથી શરૂ થશે અને તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટનું સંચાલન એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા કરવામાં આવશે.

તા.20 ડિસેમ્બરથી શરૂ થનારી સુરત બેંગકોક ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સંચાલિત થશે.

સુરતથી સવારે 6.30 કલાકે ફ્લાઇટ ઉપડશે જ્યારે બેંગકોકથી ઉપડીને ફ્લાઇટ બપોરે 2.50 કલાકે સુરત પહોંચશે.

July 7, 2024
Govind-dholakia.png
1min233

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય, ખ્યાતનામ હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આજે સુરત ડાયમંડ બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે સુરત એરપોર્ટ બાબતે નિખાલસ બાબતો કહી હતી. તેમણે કહ્યું કે 20 વર્ષ, 30 વર્ષથી કે 50 વર્ષથી, એરપોર્ટ બાબતે સુરત શહેરને બહુ મોટો અન્યાય થઇ રહ્યો છે. એનો હું સાક્ષી છું. તેમણે કહ્યું કે વસતિની દ્રષ્ટીએ સુરત 9માં નંબરનું શહેર છે જ્યારે વિમાની સેવાઓ બાબતે સુરતનો નંબર 37મો છે, આ જ એક દેખિતો અન્યાય છે, તેમણે કહ્યું કે વસતિ અને બિઝનેના પ્રમાણમાં સુરતને વિમાની સેવાઓ મળવી જોઇએ. આ તબક્કે તેમણે વિદેશી શહેર, બ્રસેલ્સનો દાખલો આપ્યો હતો. બ્રસેલ્સમાં 20 લાખની વસતિ છે, જ્યાં દરરજો 300 પ્લેન અવરજવર કરે છે. એની સામે સુરતમાં વર્ષો અગાઉ 40 લાખની વસતિ હતી ત્યારે એકેય પ્લેન આવતું ન હતું.

ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે મારી સરકારને, એરપોર્ટવાળાને, એરલાઇન્સ વાળાને પણ નમ્ર વિનંતી તમે સુરત બાજુ નજર દોડાવો, સુરતમાં જલ્દીમાં જલદી વિમાની સેવાઓ ચાલુ કરો. ઇન્દૌરની વસતિ 32 લાખની છે ત્યાં 100 ફ્લાઇટ આવે છે, જ્યારે સુરતની હાલની વસતિ 82 લાખની છે એ હિસાબે અહીં 300 ફ્લાઇટ સુરતને મળવી જોઇએ.

રાજ્યસભાના સભ્ય હોવાના નાતે તેમણે કહ્યું કે એવું નથી કે કોઇને સુરત પર દાઝ છે પણ સુરત તરફ કોઇનું ધ્યાન નથી એટલે અન્યાયપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.

April 7, 2022
WhatsApp-Image-2022-04-07-at-8.53.10-AM-1280x960.jpeg
1min687

ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી

વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.

પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી

સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.

સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.

February 23, 2022
air-india.jpg
1min621

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો કોઇ મહત્વના કામ માટે ઓછા સમયના વેડફાટ સાથે સમયસર પહોંચી શકાય તે માટે જો તમે સુરત એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટની ટિકીટ લીધો હોય તો એ ફ્લાઇટ રાતોરાત રદ થઇ શકે છે. જાણકારોનું કહેવું છે કે સુરત એરપોર્ટથી ગમે તે એરલાઇન્સ ગમે ત્યારે ફ્લાઇટો રદ કરી દે છે. ગત ડિસેમ્બરમાં જુદી જુદી એરલાઇન્સ કંપનીઓએ અનેક ફ્લાઇટ રદ કર દીધી હતી. હવે એર ઇન્ડિયાએ ટેકનિકલ કારણનું બહાનું કાઢીને આજે તા.23 ફેબ્રુઆરીથી લઇન 9મી માર્ચ સુધીની સુરત એરપોર્ટ પર આવતી જતી કુલ પાંચ જુદા જુદા સેક્ટરની 32 જેટલી ફ્લાઇટો રદ કરી દેતા હજારો મુસાફરો અટવાયા છે.

મળતી માહિતી મુજબ એર ઇન્ડીયાએ એવી જાહેરાત કરી છે તે સુરત એરપોર્ટ પર આવતી અને ત્યાંથી અન્ય ડેસ્ટિનેશન પર જતી ફ્લાઇટો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ પાંચ જુદા જુદા સેક્ટરોની છે.

જેમાં તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી કોલકાત્તા-ભૂવનેશ્વરની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી દિલ્હીની ફ્લાઇટ પણ રદ કરી દેવાની ઘોષણા કરી દેવામાં આવી છે. તદુપરાંત તા.27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત ગોવા, સુરત હૈદરાબાદ અને સુરત દિલ્હીની પણ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. આમ એર ઇન્ડીયાએ સુરત એરપોર્ટ પર આવતી અને જતી મળીને કુલ 32 ફ્લાઇટો રદ કરી દેવાની જાહેરાત આજે કરી છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવા પાછળ ગળે ઉતરે તેવું કોઇ કારણ આપ્યું નથી. ફક્ત ટેકનિકલ કારણથી રદ એવું જણાવીને મોટા પાયે ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા અનેક મુસાફરોના બુકિંગ આપોઆપ કેન્સલ થઇ ગયા છે.

ટાટાનું મેનેજમેન્ટ આવ્યા પછી માળખાગત ફેરફારો થઇ રહ્યા છે

એર ઇન્ડીયાનું મેનેજમેન્ટ ટાટાને હસ્તગત થયા બાદ હવે ટાટા મેનેજમેન્ટે એર ઇન્ડીયાની સિસ્ટમમાં મોટા પાયે માળખાગત સુધારાઓ કરવા માંડ્યા છે. અને એના કારણે જ સુરત એરપોર્ટને સાંકળતી ફ્લાઇટ્ રદ કરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે.