દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ પોતે આઈસોલેશન થયા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેઓને હળવો તાવ અને કેટલાક અન્ય લક્ષણો છે. તેથી તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં તે આઈસોલેશનમાં છે પરંતુ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજરી આપવામાં કોઈ અસર નહી પડશે.
તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીને 8મી જૂનના રોજ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજર થવાના હતા. તેમની સાથે તેમના પુત્ર અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને પણ હાજર કરવામાં આવશે. તેમણે (રાહુલ)ને ગુરૂવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ હાલમાં દેશમાં નથી. આવી સ્થિતિમાં તેણે તપાસ એજન્સીને વિનંતી કરી છે કે, તેમને 5 જૂન બાદ કોઈપણ દિવસે હાજર થવાની તારીખ આપવામાં આવે.