CIA ALERT

SCOBA Cooperative banks asso Archives - CIA Live

September 7, 2025
Cia_business_news-1280x936.jpg
1min82

વરાછા કો-ઓપ. બેંક સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન તેમજ પ્રોફેટેબિલિટી મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી માટે કુલ મળીને ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તા. 06th સપ્ટેમ્બર, 2025 ના રોજ વેસ્ટ બંગાળ રાજ્યના ડાર્જિલિંગ શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક ના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ નું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ. બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ સાથે રૂ|. 6,000/- કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200 થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકના ચેરમેનશ્રી ભવનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અને સહકારી ક્ષેત્રે “સહકારીતા બંધુ” તરીકે ખ્યાતનામ એવા શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક નાં જનરલ મેનેજરશ્રી રવિશંકર ગોડા નાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઈસ પ્રેસિડેન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી. સ્કોબાનાં પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડેન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિતના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સતત પ્રગતિશીલ વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ અને બચત જાગૃતિ જેવા અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્ય કરતી રહે છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોની મહેનત નું પરિણામ છે. બેંક હર હંમેશ ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખી બેંકિંગ સેવા પૂરી પાડે છે. તહેવાર નિમિત્તે લોકોને સરળતાથી નાણાકીય સેવા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જેવી કે 8.21% વ્યાજદર ની સહકાર સમૃદ્ધિ બચત યોજના અને 8.25% થી શરૂ થતી ફેસ્ટિવલ કાર લોન અમલમાં મૂકી છે. બેંકના સભાસદો અને ગ્રાહકોનાં સાથ સહકાર થકી રૂ|. 6,000/- કરોડથી વધુ નો બિઝનેસ કરી ગૌરવંતી સિદ્ધિ હાંસિલ કરી છે, જે ખૂબ આનંદની વાત છે. આ હર્ષ અને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટર્સશ્રીઓ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.