Russia kamchatka Archives - CIA Live

July 30, 2025
image-23.png
1min13

રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું.

રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે. દરિયા કિનારે સુધી દરિયાઈ મોજા પહોંચી ગયા છે.

રશિયાના કામચટકામાં આવેલા ભૂકંપને 1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. કામચાટકા એ રશિયાનો એક ટાપુ છે, જે રશિયાના દૂર પૂર્વીય ભાગમાં સ્થિત છે. તે સાઈબેરિયાના પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું છે.