Congress Leader રાહુલ ગાંધી Dt. 10/5/22 ગુજરાત આવ્યા છે. રાહુલ ગાંધીએ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આદિવાસીઓની એક વિશાળ સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારતના બે ભાગ કરી નાખ્યા છે. આ સભામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

પાર્ટીથી નારાજ હોવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.
સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ માત્ર એક પબ્લિક મિટિંગ નથી, આ એક સત્યાગ્રહની શરૂઆત છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત સામાન્ય લોકોનું ભારત છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ બે ભારત નથી ઈચ્છતી. અમને એવું ભારત જોઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય બધાને તમામ સુવિધા મળે. કોંગ્રેસે મનરેગા યોજના આપી. કરોડો લોકોને મનરેગાથી લાભ થયો. નરેન્દ્ર મોદીએ લોકસભામાં એજ મનરેગાની મઝાક ઉડાવી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે તે ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે.
તેમણે ભાજપ સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માંગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો બુલંદ કરો કે વડાપ્રધાનને પણ સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય કે જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જીગ્નેશ મેવાણીને ઓળખું છું, એને તમે ૧૦ વર્ષની પણ જેલ કરશો તો પણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડેલ ફરીથી ગુજરાતમાં લાવવા માંગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે.