યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt. 2/5/22, સોમવારથી યુરોપીય દેશોની ત્રણ દિવસની યાત્રાએ જઈ રહ્યા છે. 2022ના પ્રથમ વિદેશ પ્રવાસની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું હતું કે, વિવિધ પડકારોના સમયમાં આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે. દરમ્યાન, વડાપ્રધાનના આ પ્રવાસ પૂર્વે ભારતના નવનિયુક્ત વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું હતું કે, યુક્રેન-રશિયા વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટને અટકાવવા સૌ આગળ આવે, એ જરૂરી છે.

સંવાદથી શાંતિ સ્થપાય, તે દિશામાં પ્રયાસો માટે તેમણે વિશ્વભરના દેશોને આગળ આવવા અપીલ કરી હતી.’ વર્ષ-2022ના પ્રથમ દિવસે પ્રવાસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારી યુરોપયાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
ભારતમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં યુરોપીય સહભાગીઓ મહત્ત્વપૂર્ણ સાથી છે તેવું યાત્રાના હેતુ સંદર્ભે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદી Dated 2/5/22, સોમવારે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસની યાત્રા પર જઈ રહ્યા છે, આ દેશોમાં લગભગ 65 કલાક ગાળશે. તેમણે કહ્યું હતું કે, હું ડેન્માર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વિડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લઈશ. શિખર સંમેલનમાં મહામારી બાદ આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, વૈકલ્પિક ઊર્જા સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.