CIA ALERT

patidar tiranga yatra Archives - CIA Live

August 29, 2022
alpesh-kathiriya-1-1280x720.jpg
1min327

– સુરતના વરાછા વિસ્તારમાં સરદારના નારા સાથે પાસની તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા

– પાસની તિરંગા યાત્રામાં રાજકીય પક્ષના પાટીદારો જોડાયા, આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી

સુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર

પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ પુરા થયા બાદ આજે સુરતમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. પાસ દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિવિધ રાજકીય પક્ષોના પાટીદારો પણ જોડાયા હતા. વરાછાના વિવિધ વિસ્તારમાં શરુ કરવામાં આવેલી યાત્રા સાથે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવા તથા ન્યાય માટેની માગણી કરવામાં આવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં નીકળેલી તિરંગા યાત્રા ક્રાંતિ ચોકથી માનગઢ ચોક સુધી થઈ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. યાત્રમાં જય સરદારના નારા સાથે વંદે મારતમ અને ઇન્કલાબ ઝીંદાબાદ ઉપરાંત સરદાર લડેથે ગોરો સે હમ લડેંગે ચોરો સે ના નારા લગાવ્યા હતા. હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા જેમાં અનેક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પાટીદારો પણ જોવા મળ્યા હતા. 

આ યાત્રા પાસ દ્વારા કાઢવામાં આવી હોય પાસ કન્વીનર સાથે લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો પાછા ખેચવા માટેની માગણી સાથે તે માટે આગામી દિવસોમાં રણનીતિ નક્કી  કરવામાં આવશે તેમ પણ પાસ અગ્રણીએ કહ્યું હતું.