CIA ALERT

#patidar Archives - CIA Live

December 7, 2021
BHUPENDRA.jpg
1min755

વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. Gujarat CM 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.

સોમવારે Dt.6-12-21 સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.

પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા 146 કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.