ખાદી, જેને ઘણા લોકો દ્વારા ભારતનું રાષ્ટ્રીય કાપડ માનવામાં આવે છે, તે તેની આંતરરાષ્ટ્રીય ફેશનની શરૂઆત કરવા માટે તૈયાર છે. યુએસ આઉટડોર એપેરલ અને ગિયર રિટેલર પેટાગોનિયા ઇન્કે ભારતમાંથી 30,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદ્યું છે. કેલિફોર્નિયા સ્થિત ફર્મ, જે વિશ્વભરમાં સેંકડો સ્ટોર્સ ધરાવે છે, તેણે તૃતીય-પક્ષ તરીકે અરાવિંદ મિલ્સ-ઊંટઈંઈ (ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના ટાઇ-અપ દ્વારા ગુજરાતમાંથી 1.08 કરોડની કિંમતનું ફેબ્રિક મેળવ્યું. જેમાંથી 25,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ગોંડલની ઉદ્યોગ ભારતી ખાદી સંસ્થામાંથી મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ વિશ્વભરમાં ખાદી ડેનિમ ઉત્પાદનનો વેપાર કરવા માટે જુલાઈ 2017માં અરાવિંદ મિલ્સ સાથે કરાર કર્યો હતો. તે પછી, અરાવિંદ મિલ્સ ગુજરાતની ઊંટઈંઈ-પ્રમાણિત ખાદી સંસ્થાઓ પાસેથી દર વર્ષે ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદે છે. જેમાં ગોંડલની ઉદ્યોગ ભારતી દ્વારા બે વર્ષમાં 50,000 મીટર જેટલું ખાદી ડેનિમ ફેબ્રિક મોકલવામાં આવ્યું છે. ખાદી ડેનિમનાં ઉત્પાદનની પ્રક્રિયા જોવા માટે રાજકોટના ગોંડલ ખાતે ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતીની મુલાકાત લેતા પેટાગોનિયાની ટીમે આ સોદો ગતિમાન કર્યો હતો. ડેનિમની ગુણવત્તાથી સંતુષ્ટ, ટીમે ચાર પ્રકારના ડેનિમ ફેબ્રિકનો ઓર્ડર આપ્યો, જે 100% સુતરાઉ અને 28 ઇંચથી 34 ઇંચ સુધીની પહોળાઈ સાથે બનેલ છે.
ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાના કવીનભાઈ પટેલ જણાવે છે કે, આજના યુવાવર્ગને ગમે એવી ફેશન ખાદીમાં આપવા માટે અમારી સંસ્થા મહેનત કરી રહી છે. પેટાગોનિયા ફેશન જે અમેરિકાની પ્રખ્યાત અપરેલ કંપની છે તેમણે યુએસ-આધારિત મૂલ્યાંકનકાર ગઊજઝ સંસ્થાને ગુણવત્તા સહિતની ચકાસણી કરવા માટે રોકી છે. તે ગઊજઝ સંસ્થા ગ્રાહકોને ખાતરી આપે છે કે ખરીદેલી વસ્તુ ‘ઘર અથવા નાની વર્કશોપમાં નૈતિક રીતે હાથથી બનાવવામાં આવી છે’ તેમજ આ સંસ્થા ખાદીની ગુણવત્તા માટે ચરખા, ચાર પાવડી વણાટ કામ, બહેનો અને વણકરને રોજગાર અને ખરેખર ખાદી જ છે ને તે ચકાસણી કરે છે. જેના દ્વારા દેશની એકમાત્ર ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાને સર્ટીફિકેટ મળેલું છે. પેટાગોનિયા પહેલા પણ અરવિંદ મીલ્સ મારફતે અમેરિકાની પ્રખ્યાત લેવીસ કંપનીને પણ ડેનિમ ખાદી મોકલી છે.