
પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (પેન) અને આધાર વચ્ચે ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયા દંડ થશે, તેવું આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું. ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસે (સીબીડીટી) પેન અને આધારને લિન્ક કરવા માટેની અંતિમ તારીખ ઘણીવાર લંબાવી છે.
જેમના પેન કાર્ડ આધાર સાથે લિન્ક કરવામાં આવ્યા ન હોય તેમના પેન કાર્ડ ૩૧મી માર્ચ ૨૦૨૩ પછી રદ થઇ જશે. પેન અને આધાર ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં લિન્ક કરવામાં આવશે. તેમને ૫૦૦ રૂપિયાની લેટ ફી લાગશે અને તે પછી લિન્ક કરાવનારાઓ માટે ૧૦૦૦ રૂપિયા સુધીમો દંડ થશે. સીબીડીટીએ બુધવારે એક પરિપત્ર બહાર પાડી આ બાબતમાં જાણકારી આપી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી આધાર-પેન લિન્કીંગ ઓથોરિટી સમક્ષ કરદાતા આધારની માહિતી રજુ કરી શકશે. આવા કરદાતાઓએ લેટ ફી આપવાની રહેશે. સીબીડીટીએ વધુમાં કહ્યું હતું કે ‘૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી કરદાતાઓએ આધારની માહિતી રજુ ન કરી હોય તો ઇન્કમ ટેક્સ રિર્ટન ભરવા અથવા રિફંડ પ્રક્રિયા માટે જુનો પેનકાર્ડ કાર્યરત રહેશે. ૩૧મી માર્ચ, ૨૦૨૩ પછી આવા કરદાતાઓના પેન રદ થઇ જશે અને તેમણે પેન રજુ નહીં કરવાના કાયદા હેઠળ જે હોય તે પરિણામ ભોગવવા પડશે,’ તેવું સીબીડીટીએ કહ્યું હતું.