CIA ALERT

Netizens Archives - CIA Live

September 5, 2025
image-12.png
1min62

ભારતમાં હાલમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલી વધી ગઈ છે કે એ હવે રૅકોર્ડ બની ગયો છે. ભારતમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સનો ઓફિશિયલ આંકડો 100 કરોડ છે. આ આંકડો ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે એપ્રિલ-જૂન 2025ના ઇન્ડિયન ટેલિકોમ સર્વિસ પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટમાં આ વિશે જણાવ્યું છે.

ટોટલ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ : 100.28 કરોડ યુઝર્સ છે. માર્ચમાં 96.91 કરોડ હતાં. જાન્યુઆરીથી-માર્ચની સરખામણીમાં 3.48 ટકાનો વધારો થયો છે.

મોટાભાગના બ્રોડબેન્ડ યુઝર્સ : 100.28 કરોડ યુઝર્સમાંથી 97.97 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. ફક્ત 2.31 કરોડ યુઝર્સ નેરોબેન્ડનો ઉપયોગ કરે છે.

વાયરલેસ વર્સસ વાયર ઇન્ટરનેટ : 95.81 કરોડ યુઝર્સ ઇન્ટરનેટ માટે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફક્ત 4.47 કરોડ યુઝર્સ વાયર કનેક્શનનો ઉપયોગ કરે છે.

અર્બન અને રુરલ : અર્બન યુઝર્સની સંખ્યા 57.94 કરોડ છે અને રુરલ યુઝર્સની સંખ્યા 42.33 કરોડ છે.

મહિનાનો એવરેજ ઉપયોગ : એક યુઝર દ્વારા એક મહિનામાં અંદાજે 24.01 GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયરલેસ યુઝર્સ છે.

રેવેન્યુ : એક GBના અંદાજે 8.51 રૂપિયા છે. આથી મહિનાનો અંદાજિત ખર્ચ 186.62 રૂપિયા છે. TRAIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક ટેલિકોમ કંપનીએ તેમના ટેરિફ પહેલાં કરતાં વધારી દીધા છે. હવે મહિનાના ઓછામાં ઓછા 190 રૂપિયાની આસપાસ અંદાજિત આંકડો છે.

મોબાઇલ યુઝર્સમાં વધારો : વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે. એમાં 5G સર્વિસનો પણ સમાવેશ થાય છે. આ યુઝર્સમાં 71.2 લાખ નવા યુઝર્સનો સમાવેશ થયો છે અને એથી આ આંકડો 117 કરોડને પાર પહોંચ્યો છે.

વાઇ-ફાઇ હોટસ્પોટ : અત્યારે ભારતમાં અંદાજિત 55,000 પબ્લિક હોટસ્પોટ કાર્યરત છે જે 13281 TB ડેટાને ટ્રાન્સફર કરી રહ્યા છે. આ હોટસ્પોટની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

5G યુઝર્સમાં વધારો : 78.50 લાખ નવા કસ્ટમર્સનો સમાવેશ થયો છે જેઓ ફક્ત 5G સર્વિસનો ઉપયોગ કરે છે. તેઓ હવે નેક્સ્ટ-જનરેશન કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસના ઉપયોગ કરતાં વધી રહ્યા હોવાથી હવે ડાયરેક્ટ-ટુ-હોમ સર્વિસનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 5,69,20,000 એક્ટિવ યુઝર્સમાંથી હવે 5,60,70,000 એક્ટિવ યુઝર્સ રહી ગયા છે. આ આંકડો ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

મોબાઇલ યુઝર્સનો આંકડો વધવાની સાથે હવે લેન્ડલાઇન યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ 2025ની સરખામણીએ જૂન 2025માં 28.20 ટકા નવા યુઝર્સનો વધારો થયો છે. આથી હવે યુઝર્સ ટ્રેડિશનલ લેન્ડલાઇન તરફ પણ વળી રહ્યા છે.