હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કામચલાઉ ધોરણે જાહેર સ્થળો પર શુક્રવારની નમાજ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુગ્રામમાં જાહેર સ્થળોએ યોજાતી નમાજનો અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ કરતાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે જાહેરમાં નમાજ અદા કરવાનું સાંખી નહિ લેવાય. ખુલ્લી જગ્યાઓમાં પ્રાર્થના કરવા માટે કેટલાક પ્લોટ્સ અનાત રાખવાના જિલ્લા વહીવટીતંત્રના આદેશને પાછા ખેંચવામાં આવે છે અને રાજ્યસરકાર આ મુદે સુમેળભર્યો ઉકેલ લાવવાની દિશામાં કામ કરશે.

જાહેર સ્થળોએ નમાજ અદા કરવાના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના મામલે પૂછાયેલા એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી ખટ્ટરે એ કહ્યું હતું કે ખુલ્લી જગ્યામાં નમાજ અદા કરવાની રીતિ ચલાવી નહિ લેવામાં આવે. તમામને પ્રાર્થનાની સવલત મળવી જોઇએ. પરંતુ કોઇને બીજાના અધિકાર પર તરાપની છૂટ નહિ મળે.
તેમણે Dated 10/12/21 શુક્રવારે જણાવ્યું હતું કે, “લોકો તેના ધાર્મિક સ્થળે પ્રાર્થના કરે તેની સામે અમને કોઇ વાંધો નથી, પણ તેના માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે એ સ્વીકાર્ય નથી. આ મુદ્દે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અસર થવી જોઇએ નહીં અથવા કોઇ તણાવ પણ ઊભો થાય એ યોગ્ય નથી. અમને જાણ થઈ છે કે કેટલાક જૂથો વચ્ચે બેઠક થઈ હતી અને જાહેર પ્રાર્થના માટે અમુક સ્થળો ફાળવાયા હતા પણ અમે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ કરીએ છીએ. આગામી સમયમાં સંમતિથી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરાશે.”