CIA ALERT

Kerala Vaynaad Archives - CIA Live

June 25, 2022
rahul_gandhi.jpg
1min319

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કેરળ ઓફિસરમાં તોડફોડ થઈ હોવાની ખબર સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકર્તાએ કરી છે. ભારતીય યુવા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું હતું કે, SFIના ઝંડા પકડીને ગુંડાઓએ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરી છે. આ હુમલામાં ઓફિસના સ્ટાફને પણ ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે.

કહેવાઈ રહ્યું છે કે SFIના કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ હતાં, જેમાં કોર્ટે તમામ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને નેશનલ પાર્તની આસપાસના એક કિમીના ક્ષેત્રને ઈકો સેન્સિટિવ ઝોન બનાવવાનો આદેશ આપ્યો હતો. કેરળમાં સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજગી દર્શાવીને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો છેલ્લાં બે અઠવાડિયાથી અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર ચછા રાજ્ય સરકારો પાસે સંરક્ષિત વનક્ષેત્ર, નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સેન્ચુરીના એક કિમીના ક્ષેત્રમાં માનવ વસતીને અલગ રાખવા કાયદાકીય પગલાં લેવાની અપીલ કરી છે.

કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, SFIના કાર્યકર્તાઓ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે રાહુલ ગાંધીના વાયનાડ સ્થિત ઓફિસમાં બળજબરીથી ઘુસી ગયા હતાં અને કાર્યકર્તાએ ઓફિસમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં ત્યાં ઉપસ્થિત સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. જોકે, અમે નથી જાણતાં કે તેમણે આવું શા માટે કર્યું. SFIના લોકોનું કહેવું છે કે તેઓ બફર ઝોનના મુદ્દા પર આંદોલન કરી રહ્યા છે. જોકે, મને ખબર નથી કે આમાં રાહુલ ગાંધીની ભૂમિકા શું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ મુદ્દે જો કોઈ પગલાં ઉઠાવવામાં આવે તો તે કેરળના મુખ્ય પ્રધાન દ્વારા શક્ય છે.