

ઈરાકમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના બની છે. પૂર્વીય ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના બનાવમાં પચાસ લોકોના મોત થયાં છે. આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે અલ-કુટમાં ફાઇવ ફ્લોરની એક બિલ્ડિંગમાં આગની પ્રચંડ જ્વાળાઓ જોવા મળી હતી. આ આગની ઘટના બન્યા બાદ ફાયર ટેંડર્સ દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.
જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ ભીષણ આગની ઘટનાના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિપોર્ટ પ્રમાણે સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે. ત્યાંના રાજ્યપાલે જણાવ્યું છે કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.