CIA ALERT
19. April 2024

India Mens Badmington Team Archives - CIA Live

May 16, 2022
thomas.jpg
1min269

ભારત પહેલીવાર ચેમ્પિયન

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક

બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.

ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.

થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન
થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.