હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલા વાંગ ફૂક કોર્ટ’ (Wang Fuk Court) નામના વિશાળ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે.

- સ્થળ: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલ વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ.
- સમય: આગ બુધવારે 28/11/25 બપોરે લાગી હતી.
- અસર: આગ ઝડપથી 35 માળની 7 થી 8 ઇમારતોમાં ફેલાઈ ગઈ.
- મૃત્યુઆંક: સત્તાવાર રીતે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
- લાપતા: લગભગ 279 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
- ઈજાગ્રસ્ત: આશરે 15 થી 45 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.


