

વડોદરાના હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના રહસ્યમય મોત અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો ખુલાસો થતાં જ હરિભક્તોમાં ચકચાર મચી જવા પામી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુણાતીત સ્વામી દ્વારા આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બે અલગ-અલગ ટીમો બનાવી આ મામલે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુણાતીત સ્વામીએ ગત રોજ સાંજે 7.30 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.