31/01/2026
સોનાના બજારમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા 24 કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.
તાજા અહેવાલો મુજબ, સોનાના બજારમાં છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે $6.3 ટ્રિલિયન (₹525 લાખ કરોડથી વધુ) ગુમાવ્યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી (GDP) સાથે પણ થઈ શકે તેમ નથી.
પ્રતિ કલાકનું નુકસાન અકલ્પનીય
જો આ નુકસાનની ગણતરી સમય મુજબ કરવામાં આવે તો આ આંકડા વધુ ભયાનક લાગે છે. છેલ્લા 24 કલાકમાં સતત:
દર કલાકે: 263 બિલિયન ડૉલરનું નુકસાન
દર મિનિટે: અંદાજે 4.38 બિલિયન ડૉલરનું નુકસાન
આ પ્રકારનો ‘ડ્રો-ડાઉન’ (Drawdown) સોનાના હજારો વર્ષના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. ગત અઠવાડિયે સોનામાં જે વોલેટિલિટી જોવા મળી હતી, આજના કડાકાએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
નિષ્ણાતોના મતે, આ માત્ર એક સામાન્ય ઘટાડો નથી પણ ‘હિસ્ટોરિક ટ્રેડિંગ કન્ડિશન’ છે. મોટા સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.


