CIA ALERT
28. March 2024

ganesh visarjan in Surat Archives - CIA Live

September 9, 2022
ganesh_home.jpg
6min1017

સુરતના ભાગળ ખાતેથી મેઇન શોભાયાત્રાનો આરંભ કરાયો

સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને મંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રા શરૂ કરાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેનમાં સવાર થઇને વિસર્જનમાં ભાગ લીધો

નાનપુરા, અઠવાલાઇન્સના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ પોતાના મહોલ્લામાં જ કર્યું ગણેશજીની મૂર્તિનું વિસર્જન

SGCCI સરસાણા કચેરી ખાતે પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા અને સભ્યોએ ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું

ગણેશ વિસર્જનમાં આ વખતે ડ્રેસ કોડનો જબરદસ્ત ટ્રેન્ડ

સુરતમાં વર્ષો પછી ગણેશ વિસર્જનની અસલ સુરતી સ્ટાઇલ ઉજવણી જોવા મળી રહી છે. ગણપતિ બાપ્પાને વળાવવા માટે સુરતીઓ સપરિવાર વિસર્જન શોભાયાત્રામાં જોડાય રહ્યા છે. સવારે દસ વાગ્યાથી શહેરના દરેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ગણેશજીની નાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. નાની મૂર્તિઓ અને મોટી શોભાયાત્રા શહેરના રાંદેર અડાજણ, અઠવાલાઇન્સ, વેસુ, વોલ્ડ સિટી એરીયા, કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત, સિટીલાઇટ કોઇ વિસ્તાર બાકી નથી કે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે રસ્તા પર જોવા મળ્યા ન હોય. કોરોના પહેલા એકાદ બે વર્ષ એવા હતા કે જ્યારે સુરતમાં નદીમાં વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેના કારણે લોકોએ પોતાના સોસાયટી, કેમ્પસ, સંકુલ, ઘરોમાં જ પાણીની કૂંડીઓમાં નાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ, આજે માહોલ અલગ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પાની પાંચ ફૂટ કરતા નાની મૂર્તિઓ લઇને લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં નીકળેલા જોવા મળે છે.

હજારો સુરતીઓ બાપ્પાની મૂર્તિ લઇને નીકળ્યા શોભાયાત્રામાં

ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ

તાપી કિનારે ઓવારા પરના દ્રશ્યો

વાહનોમાં બાપ્પાની શાનદાર સવારી નીકળી

સુરત શહેરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. પહેલા ત્રણ કલાકમાં સુરત મહાનગરપાલિકા ઉભા કરવામાં આવેલા જુદા જુદા કુત્રિમ તળાવોમાં 475 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

ગણપતિ બાપ્પાને વળાવતી વખતે આટલું ધ્યાન રાખજો

ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી ૧૦ દિવસ ગણેશ પર્વમાં ભક્તો દ્વારા પોતાની આસ્થા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પુરા ૧૦ દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરાય છે જેમાં આજે આ મહા પર્વ માં ગણેશજી નું વિસર્જન કરી સમાપન કરાય છે જે લોકો પોતાનાં ગોર મહારાજ ને બોલાવી ને વિસર્જન વિધિ કરાવે છે તે તો શ્રેષ્ઠ છે જ પરંતુ જે જાતે વિસર્જન કરવાના હોય તેમને આ વિધી વિધાન મુજબ ગણેશ વિસર્જન કરવું જોઈએ 

ગણેશ વિસર્જન વિધિ અંગે વધુ માહિતી આપતા  જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્ર અનુસાર ગણેશ વિસર્જન માં ખાસ ધ્યાન તે રાખવાનું છે તે એ છે કે વિસર્જન ના દિવસે પણ નિત્ય જેમ પૂજન અર્ચન કરતા હોઈએ તે મુજબ સંપુર્ણ પુજન અર્ચન પ્રસાદ વગેરે કરી આનંદ પૂર્વક પૂજન કરી શાંત ચિત્તે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરવી કે આ ગણેશ પર્વ દરમિયાન અમે અમારી યથાશક્તિથી જે કંઈ પણ સેવા કરી તે સ્વીકારી કૃપા કરીને  આપની  કૃપા દ્રષ્ટિ સદા અમારા પરિવાર પર રાખજો 

આ મુજબ ક્ષમા પ્રાર્થના કરવી

હે ગણેશજી જો આપની નિત્ય સેવા પૂજામાં જાણે અજાણે  કોઈ ભૂલચૂક થઈગઈ હોય  કે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમાં કરી કૃપા કરશો અને ફરી આવા શુભ પર્વે આમારે ત્યાં અવશ્ય પધારશો 

ગણેશ વિસર્જન વિધિ વિધાન 

પ્રાથના કરી શુભ મુહર્ત માં જ ગણપતિ બાપા મોરિયા કે ગણપતિ દાદાની જય કરી ગણેશજી નું સ્થાપન સહેજ આગળની તરફ ખસેડવું આમ કરી ગણેશ સ્થાપન નું  વિસર્જન કરવું  ત્યારબાદ તેમની મૂર્તિ ઉપર કે પાસે જે કોઈ પણ ચીજ કે શણગાર રિદ્ધિ સિદ્ધિ સોપારી મૂષક સ્થાપનાનું શ્રીફળ હોય જે મૂર્તિ ઉપાડતા પડી જાય તેવું જે કંઇપણ  હોય જેમકે ભગવાન ને ચડાવેલ ફૂલ કે માળા કે પ્રસાદ તે પહેલા લઈ લેવો આમાંથી કઈ પણ પડી જાય અને પગમાં આવે તો આપણું સેવા નું પૂણ્ય નષ્ટ થાય 

જેથી  શાંતિ થી બધું સમજી ચોકસાઈ કરી ગણેશજી ની મૂર્તિ જળ માં વિસર્જન કરવા ઉપાડવી અને જળમાં વિસર્જન કરીએ ત્યાં સુધી  સહેજ પણ ખંડિત થાય નહિ તેનું પુરે પૂરું ધ્યાન રાખવું  ગણેશ સ્થાપન પાસે રાખવામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોપારી  શ્રીફળ પૂજા સામગ્રી ફૂલ હાર કે જે કંઈ પણ સામગ્રી  હોય તે પણ સાથે લઈ લેવું જેથી જળમાં ગણેશ વિસર્જન કરીએ ત્યારે આ પણ ત્યાજ પધરાવી દેવું  અને ખાસ આ નિમિત્તે યથા શક્તિ દાન પુણ્ય પણ કરવું 

આવી રીતે ગણેશ સ્થાપન કરી વિધિ વિધાન થી વિસર્જન કરાય છે ત્યાં સદા ગણેશજીના  આશીર્વાદ રહેછે  વિઘ્નો હણાઈ જાય છે અને જીવનમાં શુભ અને મંગળ થાય છે

  • અનંત ચૌદશના ગણેશ વિસર્જન માટે શ્રેષ્ઠ મુહર્ત
  •  સવારે ૬-૨૫ થી ૭-૫૮ ચલ
  •  સવારે ૭-૫૮ થી  ૯-૩૧ લાભ
  •  સાવારે ૯-૩૧ થી ૧૧-૦૪અમૃત
  • બપોરે ૧૨-૩૮ થી ૨-૧૦ શુભ 
  • સાંજે  ૫-૧૫ થી ૬-૪૮ ચલ 
  •  રાત્રે   ૯-૪૨ થી ૧૧-૧૦ લાભ 
  • મોડીરાત્રે  ૧૨-૩૭ થી ૨-૦૪ શુભ