CIA ALERT

Former Japanese PM Archives - CIA Live

July 8, 2022
shinzo_abe.jpg
1min319

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલાની ઘટના બની છે. શિંજો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળી વાગવાના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંજો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી. જાપાનીઝ અધિકારીઓના કહેવા પ્રમાણે શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા. 

શિંજો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે. નારા શહેરના રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે.  

જાપાનમાં રવિવારના રોજ ઉચ્ચ સદનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને શિંજો આબે તેના માટે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે જ આ પ્રકારે હુમલો થયો હતો. આ હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘટના સ્થળે ભાગદોડ જોવા મળી રહી છે.