CIA ALERT

FMCG price hike Archives - CIA Live

May 9, 2022
fmcg-product.jpg
1min604

રિઝર્વ બેન્ક તરફથી મોંઘવારી પર અંકુશ લાવવા માટે પોલિસીના દરોમાં વધારો કર્યા બાદ તેમ જ કાચામાલની કિંમતોમાં પણ ઉછાળો થતા એફએમસીજી કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવ વધારી દીધા છે.

હિન્દુસ્તાન યૂનિલિવર (એચયુએલ)એ સાબુ અને શેમ્પૂ સહિત ઘણાં બધાં ઉત્પાદનોના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે. સૂત્રોના પ્રમાણે પિયર્સ, લક્સ વગેરે સાબુના ભાવમાં વધારો કર્યો છે. સનસિલ્ક શેમ્પૂના ભાવમાં દસ ટકા અને ક્લિનિક પ્લસ શેમ્પૂના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે.

એ સિવાય અન્ય પ્રસાધનોની કિંમતમાં પણ દસ ટકા સુધીનો વધારો કર્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે મહિના દરમિયાનમાં એફએમસીજી કંપનીઓએ તેમની પ્રોડક્ટોના ભાવમાં વધારો કર્યો છે. દેશની મોટી એફએમસીજી કંપનીઓમાંની દિગ્ગજ કંપની એચયુએલ અને નેસ્લેએ મેગી, ચા અને કોફીની કિંમતોમાં વધારો કર્યો છે.