
દુનિયાના સૌથી મોટા સાયબર એટેક થયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં હેકરોએ 995 કરોડ પાસવર્ડની ચોરી કરીને ઈન્ટરનેટની દુનિયામાં જાહેર કર્યા છે. તેવામાં દેશમાં સાયબર સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. ફોબર્સના એક રિપોર્ટ પ્રમાણે, Obama Car હેકર ટીમે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. આ ડેટા લીકની જાણકારી Rockyou2024 નામના એક રિપોર્ટમાં સામે આવી હતી. લીક કરવામાં આવેલો ડેટા ઓનલાઈન સેવામાં ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સનું સૌથી મોટું ગ્રુપ છે.
રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, લીક કરાયેલા ડેટામાં સેલિબ્રિટીઓની અંગત માહિતી પણ સામેલ છે. હેકર દ્વારા ગેરકાયદેસર રીતે અનેક ઓનલાઈન એકાઉન્ટ્સ એક્સેસ કરીને તેના પાસવર્ડ સહિત અન્ય અંગત માહિતીની ચોરી કરી હતી. આ સાથે લીક કરાયેલા ટેડામાં ઘણાં બધાં કર્મચારીઓની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.
હેકરોએ પાસવર્ડ લીક કરવાની સાથે ડેટામાં અનેક લોકોના ઈ-મેઈલ આઈડી અને લોગિનની જાણકારી મેળવી લીધી હતી. હેકર દ્વારા ચોરી કરવામાં આવેલા આ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકતો હોવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ડેટા લીકથી વ્યક્તિની પોતાના ઓળખ છતી થવાથી ઈન્ટરનેટની દુનિયામાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવો ખુબ મુશ્કેલ બન્યો છે.
સાયબર એટેકથી બચવા શું કરવું
- ટૂંકા અને સરળ પાસવર્ડને બદલે લાંબા અને જટિલ પાસવર્ડ બનાવવા જોઈએ.
- અમુક સમયાંતરે રાખવામાં આવેલા પાસવર્ડમાં બદલવા જરૂરી છે.
- આ સાથે સાયબર સંબંધિત અનેક જાણકારી રાખવી અને નવી અપડેટથી જાગૃત રહેવું.