CIA ALERT

Company secretary Archives - CIA Live

February 26, 2022
suman_cs.jpg
1min643

40 વર્ષીય ગૃહિણી અને બે બાળકોના માતાએ આ વાતને ખોટી સાબિત કરી છે. તેમણે CS (Company Secretaries)ની પરીક્ષા પાસ તો કરી ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) પણ મેળવ્યો. ઘરના કામકાજ અને અભ્યાસના સમય વચ્ચે સંતુલન જાળવીને આ ગૃહિણીએ પ્રોફેશનલ પ્રોગ્રામ (જૂનો અભ્યાસક્રમ)માં AIR 4 મેળવ્યો છે. પરિણામ શુક્રવારે જાહેર થયું છે. દેશના ટોપ 10ની યાદીમાં દક્ષિણ ગુજરાતના કુલ ત્રણ વિદ્યાર્થીઓ છે. દક્ષિણ ગુજરાતના બે અન્ય વિદ્યાર્થીઓમાંથી એકે પ્રોફેશનલ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 3 અને બીજા વિદ્યાર્થીએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 9 મેળવ્યો છે.

900માંથી 453 માર્ક્સ મેળવનારાં સુમન સૌરભે જણાવ્યું કે તેઓ આ સિદ્ધિથી ખૂબ ખુશ છે. “શરૂઆતમાં હું CS મિતેશ દેસાઈ પાસે શીખવા જતી હતી પરંતુ ઘરની જવાબદારીઓ અને મહામારીના કારણે મેં ઓનલાઈન ક્લાસ ભરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોને શંકા હતી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે કેમ? શંકા દાખવવાનું તેમનું પાસે કારણ પણ હતું કારણકે હું 2016થી પરીક્ષા આપી રહી હતી પરંતુ સફળ નહોતી થઈ. જોકે, આ વખતે મેં દ્રઢ નિર્ણય કર્યો કે હું પરીક્ષા પાસ કરીશ અને એક જ વારમાં કાયમ માટે ટીકાખોરોનું મોં બંધ કરી દઈશ. મેં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પરિવારે પણ મને બનતી બધી જ મદદ કરી હતી”, તેમ વલસાડમાં રહેતાં અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા સુમન સૌરભે ઉમેર્યું.

જીએસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પતિ, બેંગાલુરુમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરતો દીકરો અને ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીએ પણ આખી જર્નીમાં સુમનબેનનો સપોર્ટ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સીએસના વિદ્યાર્થીઓની આગામી પેઢીને મારી સલાહ છે કે એકવાર અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી રિવિઝન કરવું ખૂબ જરૂરી છે અને તે પસંદગીના મુદ્દાઓનું થવું જોઈએ.”