CIA ALERT

china plane crash Archives - CIA Live

March 21, 2022
chinaplane-2.jpg
1min374

ચીનનું 133 લોકોને જઈ રહેલું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ક્રેશ થયું છે. આ વિમાન દક્ષિણ-પૂર્વ ચીનમાં ક્રેશ થયું છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

બોઈંગ 737 પ્લેન વુઝોઉ શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તાર ગુઆંગશીમાં તૂટી પડ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો.

રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ 133 લોકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે વુઝોઉ પાસે તૂટી પડ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે 1 વાગ્યે રવાના થયું હતું પરંતુ તે નિર્ધારિત સમયે ગુઆંગઝો નહોતું પહોંચ્યું.

હજુ સુધી આ દુર્ઘટના અંગે ચીન દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી.