જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની લાઇફ મેમ્બર વર્ગની મેનેજિંગ કમિટીની 44 બેઠકો પર આગામી રવિવારે ચૂંટણી યોજાય એ પહેલા જ આજે મંગળવારે ચેમ્બરની સત્તાધારી પેનલની સામે પડેલા સંજય ઇઝાવા ગ્રુપના 3 સભ્યોએ ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરતા મેનેજિંગ કમિટીની 44 બેઠકો પર સત્તાધારી પેનલના 44 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન દિનેશ નાવડીયાએ આપેલા સત્તાવાર માહિતી મુજબ સંજય ઇઝાવા, હિતેષ ટેલર અને કિશોર પટેલ નામના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચવા સંદર્ભનો લેખિત પત્ર પાઠવ્યો છે.
સંજય ઇઝાવાએ પહેલા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી
ગયા વર્ષે પણ મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સંજય ઇઝાવા ગ્રુપે ઝંપલાવ્યું હતું, ગત વર્ષના ચૂંટણી જંગમાં ઇઝાવા ગ્રુપની કારમી હાર થઇ હતી. આ વખતે તા.27મીને રવિવારે ચૂંટણી મતદાન થાય એ પહેલા જ આજે મંગળવાર તા.22મી માર્ચે સંજય ઇઝાવાએ સૌથી પહેલા સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. સંજય ઇઝાવાએ તમામ મિડીયા પર્સન્સને મેસેજ મોકલીને ચેમ્બરને બિનજરૂરી ખર્ચના ખાડામાંથી બચાવવા માટે તેમણે ઉમેદવારી પરત ખેંચી હોવાનું જણાવ્યું હતું. લગભગ પાંચ વર્ષ બાદ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની ચૂંટણી મતદાન યોજાયા વગર જ ઉમેદવારીના તબક્કામાં જ પૂર્ણ થઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી 2022-2023ના ચૂંટાયેલા સભ્યોની યાદી
Platinum – પ્લેટીનમ
- કેયુર એચ. ખૈની
Gold – ગોલ્ડ
- પ્રજ્ઞેશ જગાશેઠ
- સી.એ. જિજ્ઞેશ અમીન
Chief Patron – ચીફ પેટ્રન
- કિર્તી એલ. શાહ
- લાલજીભાઇ કાનજીભાઇ હીરાણી
- દેવકિશન મંગનાની
- દિપક રજનિકાંત ચેવલી
- પારસ એસ. શાહ
- વિનોદકુમાર ગુલાબચંદ અગ્રવાલ
- નિલકંઠ યોગેશ બારોટ
- મેહુલ કિશોર દેસાઇ
- જયસુખભાઇ પરષોત્તમભાઇ કથિરીયા
Patron – પેટ્રન
- સવજીભાઇ કુરજીભાઇ વેકરીયા
- મેહુલ દુર્લાભાઇ વિઠલાણી
- મુકેશ બી. ચોવટીયા
- જયંતિભાઇ નાનુભાઇ સાવલિયા
- સુરેશભાઇ અમરતભાઇ પટેલ
- મનજીભાઇ કે. શેટા
લાઇફ મેમ્બર વર્ગ
શ્રી અમિષ હસમુખલાલ શાહ
શ્રી અનિલ સી. દલાલ
શ્રી અંકિત પ્રેમજીભાઈ કળથીયા
શ્રી અનુજ ચંદ્રકાન્ત જરીવાલા
શ્રી અશોકભાઈ વિરજીભાઈ ચોડવડીયા (જીરાવાલા)
શ્રી બજરંગલાલ સીતારામ ગરોડીયા
ડૉ. બંદના ભટ્ટાચાર્ય
શ્રી બશીર એ. મન્સૂરી
શ્રી ભવાનભાઈ ભગવાનભાઈ નવાપરા
શ્રી ભાવેશ એમ. ટેલર
શ્રી ભાવેશ વલ્લભભાઈ ગઢીયા
શ્રી ચિરાગ અશ્વિનભાઈ દેસાઈ
શ્રી દક્ષેશ સી. શાહ
શ્રી દીપકકુમાર આર. શેઠવાલા
શ્રી ગણપતભાઈ બી. ધામેલીયા
શ્રી ગૌતમ વલ્લભભાઈ સિહોરા
શ્રી હબીબ અબ્દુલગની ઉનવાલા
સીએ હાર્દિક પ્રવિણકુમાર શાહ
સીએ હરિવદન વી. રાણા
શ્રી હર્ષલ ભગત
શ્રી હેમંત ધીરૂભાઈ દેસાઈ
શ્રી જનક રમેશચંદ્ર પચ્ચીગર
શ્રીમતી જ્યોત્સ્ના આશીષ ગુજરાતી
શ્રી કૃષ્ણરામ મગનલાલ ખરવર
શ્રી મનિષ રમેશભાઈ કાપડીયા
શ્રી મિતેશ શાહ
શ્રી નરેન્દ્ર શાંતિલાલ જરીવાલા
શ્રી નિખિલ ખીમચંદ મદ્રાસી
શ્રી નીરજ પ્રવિણચંદ્ર મોદી
શ્રી નીતિનભાઈ કનુભાઈ શાહ
શ્રી નીતિનકુમાર ઠાકોરદાસ ભરૂચા
શ્રી પરેશ એમ. લાઠિયા
શ્રી પરેશ રમેશચંદ્ર મોદી
શ્રી પ્રદિપ છોટુભાઈ પટેલ
શ્રી રાજીવ દિલીપ કપાસીયાવાલા
શ્રી રાકેશ બી. શાહ
શ્રી રમેશ નાથાલાલ વઘાસીયા
શ્રી રસિક લવજીભાઈ કોટડીયા
શ્રી રવિ રાજ દેસાઈ
શ્રી રિતેશકુમાર બળવંતરાય બોડાવાલા
શ્રીમતી રોમા પરેશ પટેલ
શ્રી સંજય હિરાલાલ ગાંધી
શ્રી સાયમન વર્ગીસ કોરેથ
શ્રી વિજયકુમાર કનૈયાલાલ મેવાવાલા
Regional – પ્રાદેશિક
- Navsari – ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ સોલંકી
- Dang – ઉમેશ બાબુભાઇ શયાની
- Tapi – અમિત હિંમતભાઇ શિંગાળા
- Daman-Dadra Nagar Haveli-Silvassa – અમિત સી. ઠુમ્મર
- Rajpipla – અલ્પેશ રમેશભાઇ જોશી
- Bharuch – પ્રફુલ વી. છોડવડીયા