CIA ALERT

bankdefaulters Archives - CIA Live

December 21, 2021
bankloan_recovery.jpg
1min535

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેટ્સના વેચાણ મારફતે બૅન્કોએ રૂ. ૧૩,૧૦૦ કરોડ રિકવર કર્યા છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને Dated 20/12/21, સોમવારે કહ્યું હતું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવેલી સૅક્ધડ બૅચ ઑફ સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સ અંગેની ચર્ચાનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સે સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં વધુ રૂ. ૩.૭૩ લાખ કરોડનો ખર્ચ કરવાની સત્તા આપી છે.


રૅસિડ્યૂઅલ ઍસેટ્સ ધરાવતી કંપની અને ઍર ઈન્ડિયાની લાયાબિલિટીમાં રૂ. ૬૨,૦૦૦ કરોડ ઠાલવવા, ખાતર પર વધારાની સબસિડી પેટે રૂ. ૫૮,૪૩૦ કરોડ, નિકાસના ઈન્સેન્ટિવની બાકી રહેલી ચુકવણી પેટે રૂ. ૫૩,૧૨૩ કરોડ અને નેશનલ રૂરલ ઍમ્પ્લોયમેન્ટ 
ગૅરેન્ટી ફંડમાં ટ્રાન્સફર કરવા ગ્રામીણ વિકાસ ખાતાને રૂ. ૨૨,૦૩૯ કરોડ આપવાનો વધારાના ખર્ચમાં સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. 

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેસ્ટના વેચાણમાંથી રૂ. ૧૩,૧૦૯.૧૭ કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. 

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મોંઘવારીના મુદ્દા અંગે જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ખાદ્યતેલ સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓનાં ભાવ નીચા લાવવા સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કોએ છેલ્લાં સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કર્યા હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી. 
લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભાગવત કરાડે જણાવ્યું હતું કે એનપીએના રિકવરી દરની વિગતો અંગે માહિતી આપતા આરબીઆઈએ કહ્યું હતું કે બૅન્કિંગ ઉદ્યોગમાં એનપીએના પરીપ્રેક્ષ્યમાં રિઝર્વ બૅન્કે રિકવરી રૅટની ઔપચારિક વ્યાખ્યા નથી કરી. 

એનપીએ અસરકારક રીતે ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો છેલ્લા સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કરી શકી છે, એમ તેમણે કહ્યું હતું.  રિકવર કરવામાં આવેલાં નાણાંમાંથી ૮૬.૪ ટકા રકમ જાહેરક્ષેત્રની બૅન્કોમાં પાછી ઠાલવવામાં આવી હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો હવે ખાતાદારો અને થાપણદારો માટે વધુ સુરક્ષિત બની છે, એમ તેમણે કહ્યું હતું.