
સુરતઃ મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલે તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ ચેમ્બરના ઓફિસ બેરર્સ તેમજ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ મુલાકાત દરમિયાન સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિકસ અને સ્ટાર્ટ–અપ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ, પડકારો તથા નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ સાહસિકોએ વિવિધ નીતિગત મુદ્દાઓ તથા કેન્દ્ર સરકારની યોજનાઓ વિષે પોતાનો અભિપ્રાય અને સૂચનો સાંસદશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.
મહેસાણાના સાંસદ શ્રી હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોમાં કાર્યક્ષમતા અને નવીનતાનો સમન્વય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય તેમજ ટેકનોલોજીકલ અને પોલિસી સપોર્ટના માધ્યમથી આવા ઉદ્યોગ કેન્દ્રોને વધુ મજબૂતી આપવા સતત પ્રયાસ ચાલી રહયા છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ સુરતના ઉદ્યોગ–ધંધાઓના ડેવલપમેન્ટથી તથા તેના માટે છેલ્લા ૮પ વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે સાંસદશ્રીને વાકેફ કર્યા હતા અને ચેમ્બર દ્વારા આવનારા સમયમાં આયોજિત વિવિધ કાર્યક્રમો તથા પહેલોમાં તેઓનું માર્ગદર્શન તથા સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.