સુરતનો લાંચીયો જમીન માપણી અધિકારી રિતેશ રાજપરા સહીત 4 ઝડપાયા
વેસુની વિવાદીત જમીન ની માપણી કરવા માટે લાંચની રકમ એસીબી ઓફિસની સામે જ રોડ પર સ્વિકારવામાં આવી હતી

સુરત શેહરમાં વેસુ વિસ્તારમાં આવેલ વિવાદીત કોરોડો રુપિયાની જમીનની માપણી કરવા માટે રૂ. નવ લાંખની લાંચ લેતા એસીબીએ સુરતના જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ રાજપરા, મહેસુલી નાયબ મામલતદાર જસ્મીન બોઘરા સહિત આજે ચારની ધરપકડ કરી હતી. આ ટોળકી દ્વારા જમીન માપણી માટે રૂ. 18 લાખની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ એસીબીની કચેરીની સામે જ સ્વિકારવામાં આવી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાની જમીનના માલિકી હક્કને લઈન લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીનને લઈને ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ ચુકી છે. તદ ઉપરાંત સુરત કલેક્ટર કચેરી અને મહેસુલ વિભાગમાં પણ માલિકી હક્કના કેસો ચાલી રહ્યા છે. આ કેસને લઈને જમીનની માપણી કરાવવી જરૂરી હતી.જેને લઈને જમીન માલિક દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઈ.એલ.આર.) માં અરજી કરી હતી. આ દરમિયાન જમીન માલિકની ઓળખાણ ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા સાથે થઈ હતી. તેને આ જમીન માપણી કરાવી આપવા માટેની બાહેંધરી લીધી અને અધિકારી સાથે બેઠક કરીને રૂ. 18 લાખ ની રકમ નક્કી કરીને જમીન માપણી કરી આપવા માટેનુ નક્કી કર્યુ હતુ.
જમીન માપણી અધિકારીના કેસીયર રેવન્યુ નયાબ મામલતદાર જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા( જનસેવા કેન્દ્ર, પુણા ) એ આ કેસનો હવાલો લીઘો હતો. બીજી બેઠકમાં માપણી પહેલા રૂ. નવ લાખ અને ત્યાર બાદ બાકીના રૂપિયા જમીન માલિકે આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. રૂપિયા અધિકારીના માણસ રાજેશકુમાર ભનુભાઇ શેલડીયાને આપવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. આ બેઠક બાદ જમીન માલિક સીધો એસીબીની કચેરી ખાતે ગયો હતો. અને ત્યાર બાદ એસીબીના મદદનીશ નિયામક નિરવ ગોહીલ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. તે મુજબ આજે બપોરે જમીન માલિક પાસેથી રૂ. નવ લાખની લાંચ લેવા માટે અધિકારી વતી રાજેશ તથા ડોલરભાઈ નાનપુરા ખાતે જજીસ કોલોનોની સામે આવ્યા હતા. જેવી લાંચની રકમ લીધી તેની સાથે જ પોલીસે તેઓને ડબોચી લીધા હતા.
તો બીજી તરફ આ રેડ સફળ થતાની સાથે જ પોલીસની બીજી ટીમે કે જે ડી.આઇ.એલ.આર. કચેરીની બહાર જ ઉભી હતી તેઓએ ક્લાસ – 2 અધિકારી રિતેશ બાલુભાઈ રાજપરાની ધરપકડ કરી હતી. અને મોબાઈલ લોકોશનના આધારે નાયબ મામલતદાર જસ્મી અરવિંદભાઈ બોઘરની ધરપકડ કરી હતી. આ સફળ ઓપરેશન મદદનીશ નિયામક, એ.સી.બી. એન.પી.ગોહિલના સુપરવિઝનમાં પોલીસ ઈન્સપેક્ટર કે.જે. ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


