ગઢડા SP સ્વામી અને ઘનશ્યામ સ્વામી બે વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર

ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે. સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરાયો હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો છે.
ગઢડા(સ્વામિના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમા દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહ્યા છે.આ બાબતે છેલ્લી ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં છેલ્લા 22 વર્ષ સુધી આચાર્ય પક્ષની વહિવટી બોડી સામે દેવ પક્ષની બોડીને વિજેતા જાહેર કર્યા પછીથી એકધાર્યા વિવાદથી સાચું જાણતા હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે.
સમગ્ર વિવાદ જોઈએ તો આ સંપ્રદાયમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહ્યા છે. આ વિભાજનનું જાણવા મળતું મુખ્ય કારણ સંપ્રદાયમાં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નીતિ રીતિઓ તથા પ્રાઈવેટ ગુરૂકુળો અને પ્રાઈવેટ સત્તા સંપત્તિ તરફની દોટ અને કેટલાક કિસ્સાઓમાં ચારિત્ર્યના સવાલો ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંપ્રદાયમાં ચાલી રહેલી લડાઈનાં મુખ્ય સૂત્રધારોમાં ગઢડા મંદિરનાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠયા સાધુઓનો સમાવેશ થાય છે. ગઢડા મંદિરમાં કરવામાં આવેલા સત્તા પલટા સહિત અનેક બાબતોમાં મક્કમ વિરોધ સાથે અસંખ્ય કોર્ટ મેટર પણ કરવામાં આવી છે.
બંને સાધુઓને 6 જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે બે વર્ષ સુધી તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્રએ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે એસ.પી. સ્વામીએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું અને મંદિરમાં ધૂન દરમિયાન 188 જેવી સામાન્ય ફરિયાદ હોવાનું અને પોલીસના વિવાદાસ્પદ વર્તનનો વીડિયો જાહેર થયા પછી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં કરેલી ફરિયાદથી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા બાબતે અને દબાણ લાવવા માટે બીજી તદન ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું તેમજ આ મુદ્દે અમે ન્યાયતંત્રમાં અને સરકારમાં રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતુ
ગઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ બોર્ડ સલાહકાર તેમજ પૂર્વ કોઠારી સામે હદપાર મામલે પોલીસ દ્વારા તડીપારની દરખાસ્તના આધારે તડીપારનો હુકમ કર્યા હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ બચાવ માટે એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને પૂરતી તક પણ આપવામાં આવેલ હોવાનું જણાવી એસ.પી. સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307, મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
