CIA ALERT

4241 કરોડના ખર્ચે બનેલા ઇન્કમટેક્ષના નવા ફાઇલિંગ પોર્ટલના ધાંધીયા, ઇન્ફોસીસને સમન્સ

Share On :

નાણાં મંત્રાલયે રવિવાર તા.23મીએ આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓ અંગે કડકાઇપૂર્ણ કાર્યવાહી કરતા ઇ પોર્ટલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઇન્ફોસિસ કંપનીને તા.23મીએ હાજર રહેવા માટે સમન્સ આપ્યા હતા અને તે અંગેનું ટ્વીટ પણ કર્યું હતું.

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના બાદ પણ કેમ સમસ્યાઓનો હલ આવ્યો નથી.  21 ઓગસ્ટે તો પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.

મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું હતું. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેને વિકસાવવા માટે આશરે 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યાઓ આપતું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આ કડકતા દર્શાવી છે.

શરૂઆતથી જ આ વેબસાઇટ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આ પ્રક્રિયા લગભગ અઢી મહિના પછી પણ ચાલુ રહે છે. આના પર ન તો ચલન નંબર માન્ય થઈ રહ્યો છે અને ન તો દસ્તાવેજ ઓળખ નંબર (ડીઆઈએન) ઓટો પોપ્યુલેટેડ છે. વિવાદ સે વિશ્વાસ યોજના લિંક પણ કામ કરી રહી નથી.

આવકવેરા વિભાગનું તમામ કામ ઓનલાઈન જ થાય છે. આવી સ્થિતિમાં, વેબસાઇટના કામ ન કરવાને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. ન તો લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે અને ન તો ડિપાર્ટમેન્ટના કોઇ પ્રશ્નનો જવાબ આપી શકે છે. નાણા મંત્રાલય પણ આ અંગે ઘણી ટીકા અને પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :