અમે ‘ચોકીદાર’ને કાઢી મૂકશું: મમતા
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એક રેલીમાં વડા પ્રધાન મોદી સામે વધુ આક્રમક શબ્દો વાપર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું કે, ‘નૉટબંધીના નામમાં તેમણે જનતાના નાણાં લૂંટયા હતા અને હવે ચૂંટણી અગાઉ ચોકીદાર બનવાનો દેખાડો કરી રહ્યા છે. આ ચોકીદાર ‘લૂટેરા અન જૂઠા છે’ તેવો મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે, તેમના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે સાડાચાર વર્ષ તો વિશ્ર્વમાં ભ્રમણ કર્યું છે, જયારે દેશમાં ખેડૂતો આપઘાત કરતા હતા ત્યારે તે શું કરતા હતા? નૉટબંધી પછી જયારે લોકો મરી રહ્યા હતા અને કરોડો લોકોએ નોકરી ગુમાવી હતી ત્યારે તે શું કરતા હતા? તેવો પ્રશ્ર્ન મમતા બેનરજીએ પૂછયો હતો.
તેમણે શ્રોતાઓને કહ્યું હતું કે, જો તમે તેમને (ભાજપ)ને મત આપશો તો તમારા પોતાના દેશમાં તમને નિર્વાસિત બનાવી દેશે. અમારા રાજયમાં અમે એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને સિટીઝનશિપ બીલ લાદવા નહીં દઈશું.’ તેમણે કહ્યું કે, ‘હવે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તે (મોદી) બધાને ધમકી આપી રહ્યા છે અને આખો દિવસ જૂઠું બોલી રહ્યા છે. આ ચૂંટણીમાં પ્રજા તેમના મ્હોં પર પટ્ટી બાંધી દેશે જેથી જૂઠું બોલવાનું બંધ થઈ જશે. તેમને ન કેવળ ખુરશીથી (વડા પ્રધાનપદ) હટાવવા જોઈએ, પણ રાજકારણમાંથી પણ હટાવવા જોઈએ.પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને કટાક્ષ કર્યો હતો કે, ‘શું તે મહાત્મા ગાંધી અને બી આર આંબેડકરથી પણ મોટા બની ગયા છે કે તેમની ફિલ્મ બની રહી છે અને તેમના નામની ટીવી ચેનલ શરૂ થઈ રહી છે?’
2014માં મોદીએ ચાના બંધ બગીચાઓ શરૂ કરવામાં આવશે તેવો વાયદો કર્યો હતો તેનો ઉલ્લેખ કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, ‘શું તેમણે વાયદો નિભાવ્યો હતો? નહીં. અમે (ટીએમસી સરકારે) ચાના બગીના શરૂ કર્યાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


