CIA ALERT

India : ઇંગ્લેન્ડ સામેની T-20 Cricket સિરીઝ જીતી લીધી

Share On :
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :