CIA ALERT

Gujarat Saurashtra Updates : ફર્સ્ટ વેવમાં ન હતા મળતા એટલા નવા કોરોના કેસો મળી રહ્યા છે

Share On :

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો હવે ચોંકાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2190 કેસો આવ્યા છે જ્યારે 1422 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2190 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 95.07 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 609, અમદાવાદમાં 604, વડોદરામાં 165 અને રાજકોટમાં 139 કેસો નોંધાયા છે.

Saurashtra Corona Updates

રાજકોટ અને જામનગરમાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ મૃત્યુઆંકનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં 8 અને જામનગરમાં 1 મળીને કુલ 9 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે માત્ર રાજકોટમાં એકજ કોવિડ ડેથ જાહેર કર્યુ હતુ. આજે સૌરાષ્ટ્રમાં નવા 329 કેસ નોંધાયા હતા અને 8 જિલ્લામાંથી 179 દરદી કોરોનાના ચેપમાંથી મુક્ત થયા હતા. જ્યારે બોટાદમાં એકેય કેસ નોંધાયો નહોતો.

રાજકોટ શહેરમાં 139 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 18 હજારને પાર કરીને 18255 થયો હતો. તેમજ ગ્રામ્યમાં 25 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 25663 થયો હતો. જેમાંથી આજે 8 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે 109 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યારે શહેરના 673 અને ગ્રામ્યના 147 મળીને કુલ 820 એક્ટિવ કેસ રહ્યા હતા.

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન વધુ એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે શહેરના 23 તથા ગ્રામ્યના 24 મળીને જિલ્લામાં નવા 47 કેસ નોંધાયા હતા અને 24 દરદીએ કોરોનાને મહાત આપી હતી.

ભાવનગર શહેરના 32 તથા ગ્રામ્યના 8 મળીને જિલ્લામાં નવા 40 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 6713 થયો હતો. જેમાંથી આજે 19 દરદી ડિસ્ચાર્જ થતા હવે 285 દરદી સારવાર હેઠળ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં નવા 20 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 4045 થયો હતો. જેમાંથી વધુ 5 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 110 એક્ટિવ કેસ રહ્યા હતા.

મોરબી શહેર-તાલુકામાં 13 તેમજ વાંકાનેરમાં 3, હળવદ, માળિયા અને ટંકારામાં 1-1 મળીને જિલ્લામાં નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 3525 થયો હતો. જેમાંથી વધુ 6 દરદી સાજા થતા હવે 113 એક્ટિવ કેસ રહ્યા હતા. તેવીજ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 17 કેસની સામે 2 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જૂનાગઢ શહેરમાં 8 તેમજ ભેંસાણમાં 1 મળીને જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા હતા અને 6 દરદી ડિસ્ચાર્જ થયા હતા. તો ગીર સોમનાથ જિલ્લામાં 8 કેસની સામે 8 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દ્વારકામાં 4 અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા અને એકેય દરદી ડિસ્ચાર્જ થયા નહોતો. બોટાદ જિલ્લામાં આજે 2 કેસ અને 2 ડિસ્ચાર્જ સ્થાનિક તંત્રએ જાહેર કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કેસ અને ડિસ્ચાર્જ 0-0 જાહેર કર્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :