Gujarat કોરોના અપડેટ : હોળીના દિવસે ૨૨૭૦ કેસો
ગુજરાત રાજ્યમાં હોળી દહન થઇ રહ્યું હતું ત્યારે જ જાહેર થયેલા કોરોનાના નવા કેસોની વિગતોમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2270 કેસો નોંધાયા છે અને 1605 દર્દીઓ સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ 8 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4492 પર પહોંચ્યો છે.
રાજ્યમાં જ્યાં એકબાજુ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ આજે કુલ 1,36,737 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 284846 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 11528 છે, જેમાં 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 11376 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશનના 2, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા કોર્પોરેશનના 1 દર્દીનું મોત થયું છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં 611, અમદાવાદમાં 607, વડોદરામાં 202 અને રાજકોટમાં 159 દર્દીઓ નોંધાયા છે. જો ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 22, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 8, પાટણમાં 23, મહેસાણામાં 26, અરવલ્લીમાં 10 કેસો નોંધાયા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં 24, કચ્છમાં 23, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢમાં 8, ગીર સોમનાથમાં 7 અને બોટાદમાં 3 તેમજ પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં 22, ખેડામાં 22, પંચમહાલમાં 19, આણંદમાં 17, નર્મદામાં 17, ભરૂચમાં 16, વલસાડમાં 13, નવસારીમાં 12 અને છોટા ઉદેપુરમાં 5 કેસો નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
