ગુજરાત : તા.25ને શનિવારના દિવસ દરમિયાન નવા 1081 કેસ, 22 Death
ગુજરાતમાં કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયેલા નવા ૧૦૮૧ દર્દીઓ મળી આવ્યા છે. આની સાથોસાથ સારવાર હેઠળના વધુ ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે એમાં સૌથી વધારે ચાર મહાનગરોમાંથી ૧૭ દર્દીઓનો સમાવેશ થાય છે આ સિવાય ચાર દર્દી ગ્રામ્ય વિસ્તારના છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૮૧ કેસ મળી કુલ ૨૭૬ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરના દસ દર્દી તેમજ જિલ્લામાંથી એક દર્દી મળી કુલ ૧૧ના મૃત્યું નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાંથી ૧૬૨ મળી કુલ ૧૮૦ કેસ નવા ઉમેરાયા છે જ્યારે મહાનગરના ૪ દર્દીઓના મૃત્યું થયા છે.
વડોદરા શહેરમાંથી એક સાથે નવા ૭૭ દર્દીઓ ઉમેરાયા છે, સુરત મહાનગરની જેમ અહીં નાગરવાડા સિવાયના તમામ વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ આવી રહ્યા છે. જ્યારે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ નિયંત્રિત હોય તેમ ૧૫ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મહાનગરના બે દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યું થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો રાજકોટમાં નવા ૫૦ કેસ નોંધાયા છે તો જિલ્લામાંથી પંદર કેસ આવ્યા છે. જિલ્લામાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. જૂનાગઢ શહેરમાંથી નવા ૩૦ મળી કુલ ૩૭ કેસ નોંધાયા છે. આ જ રીતે ભાવનગર શહેરમાંથી ૨૪ મળી કુલ ૪૧ કેસ જાહેર થયા છે. આ બન્ને જિલ્લામાંથી એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી નવા પંદર મળી કુલ ૨૩ કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા પાંચ કેસ ઉમેરાયા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકમાંથી નવા ૨૪ કેસ આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ સહિતના તાલુકાઓમાંથી ૩૪ નવા કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, વાગરા, જંબુસરમાંથી નવા ૨૫ કેસ આવ્યા છે. દાહોદ અને એની ફરતેના તમામ તાલુકાઓમાંથી મળી નવા ૨૫ કેસ, મહેસાણા શહેર ઉપરાંત ઊંઝા, વીસનગર, ખેરાલુ, કડીમાંથી પણ નવા ૨૫ કેસ ઉમેરાયા છે.
ગીર સોમનાથમાં વેરાવળ, ગીરગઢડામાંથી ૨૩ પોઝિટિવ કેસ મળ્યા છે. પાટણ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ કેસ મળ્યા છે તો કચ્છ જિલ્લામાંથી નવા ૧૯ કેસ સાથે એક દર્દીના મૃત્યુંની પણ જાહેરાત સરકારે કરી છે. વલસાડમાંથી નવા ૧૯ અને પંચમહાલમાંથી ૧૮ કેસ આવ્યા છે. નર્મદા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાંથી ૧૧, આણંદ, મહીસાગર, મોરબી, સાબરકાંઠામાંથી ૧૦-૧૦, તાપીમાં ૬, અમરેલી, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાંથી ૩-૩ કેસ, છોટાઉદેપુરમાંથી ૨ કેસ નવા ઉમેરાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૪૯૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક વધીને ૬,૨૦,૬૬૨ થયો છે આ સાથે રાજ્યમાં પ્રતિ મિલિયન ટેસ્ટનો આંક ૨૧૪.૫૩ નો થયો છે. આની સામે કુલ પોઝિટિવ કેસનો આંક ૫૪૭૧૨ સુધી પહોંચી ગયો છે. નવા ૭૮૨ સાથે કુલ ૩૯૬૧૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે જેથી રિવકવરી રેટ ૭૨.૪૦ ટકા જેટલો છે એવો દાવો સરકારે કર્યો છે. જોકે, મૃત્યું આંક વધીને ૨૩૦૫ થયો છે. હાલ રાજ્યમાં ૧૨૭૯૫ એક્ટિવ કેસ છે એમાંથી ૮૭ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૨૭૦૮ સ્ટેબલ છે.
રાજ્યમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો સંક્રમિત
કોરોના સંક્રમણથી રોજેરોજ નવા નવા લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે એમાં સામાન્ય લોકોથી લઇને જનપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં રાજકીય પક્ષોના કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થતાં રહ્યા છે. શનિવારે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણકારી મળી છે. આ જ રીતે ગઇકાલે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય રમણભાઇ પટેલનો કોરોના થતાં પોતાના ઘરે જ હોમ આઇસોલેશન થયા છે. અગાઉ ગેનીબેન ઠાકોર પણ સારવાર લઇ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં કેતન ઇનામદાર અને એમના પરિવારના સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં દોઢ ડઝનથી વધારે કોર્પોરેટરોને કોરોના થયો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


