દીકરીઓને કૌટુંબિક સંપત્તિ પર દીકરા જેટલો જ હક્ક
નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.
હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.
કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.
પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.
હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
