ભારતમાં 219 એ 86,961 કોરોનાના નવા કેસ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 86961 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 87882 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7025085613496061&output=html&h=280&adk=1086755764&adf=583301947&w=690&fwrn=4&fwrnh=100&lmt=1600743437&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2748499174&psa=1&guci=2.2.0.0.2.2.0.0&ad_type=text_image&format=690×280&url=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2Fin-the-last-24-hours-86961-new-cases-of-corona-were-reported-with-1130-deaths%2F186366.html&flash=0&fwr=0&pra=3&rh=173&rw=690&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChAI8J6h-wUQ36ncj72k4L5gEkwAzjD7zBFXp3Tx1R7ml1Dv1LQpeAIAvOAwy25n6ubw0afYlsDk3K7wl_92_6_Jc_IK0TXeswEca26l–9IpwRidalk49kVEXTEW8pk&dt=1600743437861&bpp=7&bdt=3909&idt=-M&shv=r20200915&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D663ac7353e48fa24%3AT%3D1562133851%3AS%3DALNI_MZ3X1rNlQ3RVQXUkVBsKl6aTP5ZUw&prev_fmts=0x0&nras=2&correlator=2964390636989&frm=20&pv=1&ga_vid=923950125.1562133831&ga_sid=1600743434&ga_hid=949336953&ga_fc=0&iag=0&icsg=46047232&dssz=20&mdo=0&mso=0&u_tz=330&u_his=3&u_java=0&u_h=768&u_w=1366&u_ah=728&u_aw=1366&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=140&ady=1976&biw=1349&bih=657&scr_x=0&scr_y=0&eid=21067213%2C21067105%2C21067479&oid=3&pvsid=1360846202384628&pem=890&ref=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2F&rx=0&eae=0&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1366%2C0%2C1366%2C728%2C1366%2C657&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&ifi=1&uci=a!1&btvi=1&fsb=1&xpc=REyl1rz8Uv&p=https%3A//www.navgujaratsamay.com&dtd=15
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 93356 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
